For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટોક્યો ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યા બાદ નીરજ નામના તમામ વ્યક્તિઓ માટે થઇ આ જાહેરાત

ભારતીય જૈવલિન થ્રોઅર નીરજ ચોપડાએ ટોક્યો ઓલમ્પિકના જૈવલિન થ્રો ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. નીરજે 87.58 મીટર દૂર બરછી ફેંકીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.

|
Google Oneindia Gujarati News

ભારતીય જૈવલિન થ્રોઅર નીરજ ચોપડાએ ટોક્યો ઓલમ્પિકના જૈવલિન થ્રો ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. નીરજે 87.58 મીટર દૂર બરછી ફેંકીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતને ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ અપાવનાર નીરજ માટે ઇનામોની જાહેરાતનો દોર શરૂ થયો છે. આ વચ્ચે જૂનાગઢ ગીરનાર રોપ-વે દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે.

Girnar Rope way

જૂનાગઢ ગીરનાર રોપ વેનું સંચાલન કરતી ઉષા બ્રકો કંપનીએ ખુશી વ્યકત કરતા રવીવારના રોજ જાહેરાત કરી હતી. જેમા રોપ વે કંપનીના અધિકારી દીપક કપલીસે જણાવ્યું હતું કે, નીરજ ચોપરાએ ઓલમ્પિક ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતી દેશનું નામ રોશન કર્યું છે, ત્યારે એશિયાનો સૌથી ઊંચો અને લાંબો ગીરનાર રોપ વેમાં નીરજ નામની દરેક વ્યક્તિ માટે રોપ - વે ની સફર ફ્રી કરી દેવામાં આવી છે. નીરજ નામની કોઇ પણ વ્યક્તી 20 ઓગસ્ટ સુધી રોપ વે મા ફ્રીમાં મુસાફરી કરી ગીરનાર તીર્થ ક્ષેત્રના ધાર્મિક સ્થાનોના દર્શન કરી અને રોપ વેનો આનંદ માણી શકે છે. ઉષા બ્રેકો કંપનીએ દેશનું ગૌરવ વધારનારા નીરજ ચોપરાને અનોખી રીતે શુભેચ્છાઓ પાઠવી હતી.

Neeraj

નીરજને મળશે આનંદ મહિંદ્રા તરફથી કાર

મહિંદ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિંદ્રા દ્વારા પણ ઓલમ્પિકમાં ભાલા ફેંકમાં દેશ માટે ગોલ્ડ મેડલ જીતનારા ખેલાડી નીરજ ચોપડાને કંપનીની આગામી કાર XUV 700 ભેટમાં આપવાની જાહેરાત કરવામાં આવી છે.

હરિયાણા સરકાર આપશે 6 કરોડનું ઇનામ

ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનારા નીરજ ચોપડાને હરિયાણા સરકાર પણ 6 કરોડ રૂયિયાની રકમ ઇનામમાં આપવાની જાહેરાત કરી છે. હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપડાને આ ઇનામની રકમ આપવાની જાહેરાત કરી છે. જ્યારે પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે પણ નીરજને 2 કરોડ રૂપિયાનો રોકડ પુરસ્કાર આપવાની જાહેરાત કરી. આ ઉપરાંત કુશ્તીમાં બ્રોન્જ મેડલ જીતનારા બજરંગ પુનિયાને હરિયાણા સરકાર 2.5 કરોડ રૂપિયા આપશે. આ સાથે નીરજને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ અને ઇન્ડીયન પ્રીમિયર લીગ ફ્રેંચાઇઝી ચેન્નઇ સુપર કિંગ્સ દ્વારા પણ એક-એક કરોડ રૂપિયાના ઇનામની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે નીરજને અત્યાર સુધીમાં કુલ 10 કરોડ રૂપિયાના રોકડ ઇનામની જાહેરાત થઇ ચૂકી છે.

ઉલ્લેખનીય છે કે, ભાલા ફેંકની ફાઇનલમાં નીરજ ચોપડા શરૂઆતથી જ આગળ રહ્યા હતા. તેણે પ્રથમ પ્રયાસમાં 87.03 અને બીજા પ્રયાસમાં 87.58 અને ત્રીજા પ્રયાસમાં 76.79 મીટર દૂર ભાલો ફેંક્યો હતો. જૈવલિન થ્રોમાં આ ભરતનો અત્યાર સુધીનો સૌથી પ્રથમ મેડલ છે. આ સાથે એથલેટિક્સમાં પણ આ ભારતનો આ પ્રથમ મેડલ જ છે.

English summary
A big announcement has been made by Junagadh Girnar Ropeway. The Usha Broco Company, which operates the Junagadh Girnar ropeway, made the announcement on Sunday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X