અંબાજી ભાદરવી પૂનમના મેળાની તૈયારીને લઇને જિલ્લા વહિવટીતંત્રની મળી બેઠક
બનાસકાંઠાના પ્રસિદ્ધ અંબાજી ખાતે દર વર્ષે યોજાતો ભાદરવી પૂનમના આગામી ૫ થી ૧૦ સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર મેળાને લઇને જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. જિલ્લા વહીવટીતંત્ર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્
બનાસકાંઠાના પ્રસિદ્ધ અંબાજી ખાતે દર વર્ષે યોજાતો ભાદરવી પૂનમના આગામી ૫ થી ૧૦ સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર મેળાને લઇને જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. જિલ્લા વહીવટીતંત્ર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મેળાના આયોજન માટે બે મહિના અગાઉ અત્યારથી જ વ્યાપક તૈયારીઓ ધરવામાં આવી છે.

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા જિલ્લા કલેકટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને અધિકારીઓની બેઠક યોજાઇ હતી. જેમાં વિવિધ સુવિધાઓ વિશે વિસ્તૃત સમીક્ષા કરી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સુચનાઓ આપી હતી. બે વર્ષ બાદ ફરીથી ભાદરવી પૂનમનો મેળો યોજાઇ રહ્યો છે ત્યારે આ વર્ષે દૂર દૂરથી લાખો પદયાત્રિકો દર્શનાર્થે આવવાની ધારણા છે.
અંબાજી ખાતે કંટ્રોલ રૂમ, યાત્રિકો માટે પીવાના પાણી, વીજળી, આરોગ્ય, એસ.ટી.બસ સુવિધા, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની જાળવણી, સ્વચ્છતા, રસ્તા રિપેરીંગ, વિસામા કેન્દ્રો, અંબાજી મંદિર પરિસર અને ગબ્બર ખાતે દર્શનાર્થીઓ માટે જરૂરી સુવિધાઓ સહિત વિવિધ વ્યવસ્થાઓ અંગે કલેક્ટરે સુચનાઓ આપી હતી. અંબાજી આવતા સંઘો અને સેવા કેમ્પોની ઓનલાઇન નોંધણી કરવામાં આવશે.
ભાદરવી પૂનમના મેળા પ્રસંગે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા માટે પોલીસ અને સુરક્ષા દળના જવાનો પુરતી સંખ્યામાં તૈનાત કરાશે. આ ઉપરાંત અંબાજીમાં યાત્રાળુઓની સુરક્ષા સુનિશ્વિત કરવા પોલીસ ડ્રોન કેમેરા, બોડી વોર્ન કેમેરા અને CCTV કેમેરાથી વોચ રાખશે. કોઇપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે અંબાજીના રૂટ પર ડોગ સ્ક્વોર્ડ દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવશે. પથિક સોફ્ટવેર દ્વારા અંબાજી આવતા મુલાકાતીઓની પણ માહિતી રાખવામાં આવશે. આ મેળો સુખરૂપ સંપન્ન થાય તે માટે પોલીસ વિભાગ દ્વારા મેળા અગાઉથી જ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે.












Click it and Unblock the Notifications
