• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ભારતીય રાજકારણમાં 2015ની મહત્વપૂર્ણ સંભાવનાઓ

By Kumar Dushyant
|

નવી દિલ્હી (વિવેક શુક્લા): નૂતન વર્ષ એટલે કે આજથી શરૂ થયેલું 2015 રાજકીય સ્તર પર મહત્વપૂર્ણ રહેનાર ઘણૅઅ પક્ષો અને ઓછામાં ઓછા એક નેતા માટે તો. પરંતુ પહેલાં વાત કરીશું નેતાની. અમે વાત કરી રહ્યાં છીએ આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલની. તેમના માટે 2015 કરો અથવા મરો સાબિત થવા જઇ રહ્યું છે.

દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામ તેમના અને તેમની આમ આદમી પાર્ટીનું ભવિષ્ય નક્કી કરશે. તેમને ઘણા પડકારોનો સામનો કરવો પડશે. તે આગામી દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં જીતવાનો કરી રહ્યાં છે પરંતુ લોકસભા ચૂંટણીમાં પંજાબને છોડીને આમ આદમી પાર્ટી દેશમાં ક્યાંય અસર છોડી શકી નથી. હવે દિલ્હી પર બધાની નજર મંડાયેલી છે.

સંકટ આવશે

જો દિલ્હીના ગઢમાં પણ આમ આદમી પાર્ટી ફેલ થઇ તો તેમની સાખ પર જોરદાર સંકટ આવી જશે. તેના કાર્યકર્તાઓમાં લોકસભા ચૂંટણી બાદ નિરાશા ભરાઇ ગઇ હતી. કાર્યકર્તાઓના પસ્ત મનોબળને કેજરીવાલ પોતે અનુભવી રહ્યાં છે. ત્યારબાદ પાર્ટીની અંદર મતભેદ પણ વધ્યા. દિલ્હીમાં ચૂંટણી માટે આખા દેશમાંથી કાર્યકર્તાઓ મનોબળ સાથે જોડવા આસાન નહી હોય. કુલ મળીને નવું વર્ષ તેમના માટે ખૂબ મહત્વપૂર્ણ છે.

અકાળી-ભાજપમાં તણાવ

પંજાબમાં અકાળી દળ અને ભાજપના સંબંધ સતત ખરાબ થઇ રહ્યાં છે. બંને પક્ષોના નેતા એકબીજા પર વાર કરી રહ્યાં છે. આ મુદ્દે હરિયાણા વિધાનસભા ચૂંટણીથી ચાલુ છે. જાણકારો માને છે કે આ વર્ષે ગઠબંધન તૂટવાની અણી પર પહોંચી શકે છે. અકાળી દળ આજકાલ કેન્દ્રની ભાજપ સરકારથી નારાજ છે કારણ કે નશાખોરીના વેપારમાં સામેલ થવાનો આરોપ સહન કરી રહેલા રાજ્યના રાજસ્વ મંત્રી વિક્રમજીત સિંહ મજેઠીયાથી પ્રવર્તન નિર્દેશાલયથી પૂછપરછ કરી. હવે તે જ અકાળી દળ નશાની તસ્કરી રોકવા માટે 5 જાન્યુઆરીના રોજ 4 સ્થળો પર ધરણાં ધરશે. જાણકારો માને છે કે પંજાબમાં અકાળી દળ અને ભાજપ વચ્ચે રકજક જે પ્રકારે ચાલી રહી છે, તેનાથી સ્પષ્ટ છે કે હવે આ ગઠબંધન લાંબા સમય સુધી ચાલશે નહી.

જાણકારો કહે છે કે અકાળી દળે ધર્માંતરણના મુદ્દા પર પણ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. તે પહેલાં ભાજપના પ્રદેશ નેતા અકાળી દળના નેતાઓના નશાખોરીના ડ્રગ્સ તસ્કરી રોકવામાં નિષ્ફળ રહી છે. જો કે એક વાત તો સ્પષ્ટ છે કે બંને સહયોગી હવે સહયોગી ધર્મનો નિર્વાહ કરી રહ્યાં નથી.

જનતા પરિવારનો વિલય

આશા છે કે આ વર્ષની શરૂઆતમાં જનતા દળ પરિવારની છ પાર્ટીઓનું વિલય થઇ જશે. જેડીયૂના પ્રદેશ અધ્યક્ષ વશિષ્ઠ નારાયણ સિંહે કહ્યું કે ઝારખંડમાં આવેલા ચૂંટણી પરિણામ બાદ ભાજપના વિજય રથને રોકવા માટે આગામી વર્ષે થનાર બિહાર વિધાનસભા ચૂંટણી પહેલાં છ પાર્ટીઓનું જાન્યુઆરીમાં વિલય થઇ જશે. તેમણે કહ્યું કે બિહાર તથા રાષ્ટ્રીય સ્તર પર એક નવી પાર્ટીનું ગઠન થશે. આરજેડી નેતા અબ્દુલ બારી સિદ્દીકી નેતાએ કહ્યું, બિહાર વિધાનસભા ચૂંટણી પહેલાં ભાજપ સાથે મુકાબલા માટે પાર્ટીઓના વિલયનો સમયની માંગ છે.

જાણકારોનું કહેવું છે કે છ પાર્ટીઓ વિલય બાદ સંયુક્ત અભિયાનની શરૂઆત કરશે. તો બીજી તરફ આરજેડી પ્રમુખ લાલૂ પ્રસાદ યાદવે કહ્યું કે તે અને નીતિશ કુમાર દેશભરમાં બિન ભાજપી પક્ષોને એકજુટ થવાથી મજબૂત સંદેશ આપવા માંગે છે, જેથી દેશની 'સર્વધર્મ સમભાવ'વાળી છબિ જળવાઇ રહેશે. દુનિયામાં ભારતની પ્રતિષ્ઠા બધા ધર્મોને સાથે લઇને ચાલવાની છે. હાલના સમયમાં દેશની છબિ ધર્માંતરણ અને રમખાણોના દેશના રૂપમાં બની રહી છે, જે ચિંતાનો વિષય છે. માનવામાં આવે છે કે ચાલૂ વર્ષની મોટી રાજકીય ઘટનાઓમાં રહેવાની છે.

English summary
Year 2015 likely to witness many big political upheavals. Who knows BJP-Akali Dal split?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more