દિલ્હી: હવે 8 વર્ષની નેપાળી બાળકી સાથે બળાત્કાર
નવી દિલ્હી, 5 મે: સાચે જ લોકો કહે છે કે જે સુધરે તે દિલ્હી નહી, હવે આ વિધાન સાચું જ લાગે છે. થોડા દિવસો પહેલાં 5 વર્ષની માસૂમ બાળકી સાથે ગુજારવામાં આવેલા બળાત્કારની ઘટનાની શાહી સૂકાઇ નથી ત્યાં તો ગત 24 કલાકોમાં એક પછી એક ત્રણ બાળકીઓના યૌન શોષણની ઘટના સામે આવી છે. દિલ્હીના સરાય રોહિલ્લા વિસ્તારમાં જ્યાં આઠ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ ગુજારવામાં આચરવામાં આવ્યું છે તો મંગોળપુરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં 5 અને 7 વર્ષની બાળકી સાથે છેડતી કરવામાં આવી છે. જો કે એક કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.
મળતી માહિતી મુજબ સરાય રોહિલ્લા વિસ્તારમાં મૂળ નેપાળની રહેનાર 8 વર્ષની બાળકી પોતાના માતા-પિતા સાથે શાસ્ત્રીનગર વિસ્તારમાં રહેતી હતી. પિતા ચોકીદાર હતા. પોલીસે જણાવ્યું હતું કે તેના ઘર પાસે રાજૂ નામનો આધેડ રહેતો હતો. રાજૂ પરચૂરણની દુકાન ચલાવતો હતો. રાજૂ પર આરોપ છે કે તે ગત કેટલાક દિવસોથી બાળકી સાથે યૌન શોષણ કરી રહ્યો હતો.

શનિવારે સવારે જ્યારે બાળકીને પેટમાં દુખાવાની સમસ્યા થઇ તો તેને આ અંગે પોતાની માતાને જણાવ્યું. જાણકારી મળતાં બાળકીના માતા-પિતા તેને તાત્કાલિક પોલીસ મથકે લઇ ગયા. પોલીસે બાળકીને હોસ્પિટલમાં ભરતી કરાવી. કેસ દાખલ કર્યા બાદ પોલીસે રાજૂની ધરપકડ માટે યોજના બનાવી પરંતુ ત્યાં સુધી આરોપી ફરાર થઇ ગયો હતો. પોલીસે રાજૂના ભાઇની ધરપકડ કરી છે અને પૂછપરછ કરી રહી છે. પોલીસનું કહેવું છે કે જલદી જ રાજૂની ધરપકડ કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
