દિલ્હી કેબિનેટ આજે જન લોકપાલ બિલ પર લગાવી શકે છે મોહર

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 3 ફેબ્રુઆરી: આમ આદમી પાર્ટીની સરકાર જનલોકપાલ બિલને ચર્ચા માટે આજે (સોમવારે) કેબિનેટમાં સામે લાવશે. સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે આજે જન લોકપાલ બિલ પર મોહર લગાવી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત શુક્રવારે જનલોકપાલ બિલ પર કેબિનેટની મોહર લાગી શકી ન હતી.

બીજી તરફ, દિલ્હી કેબિનેટે 'જન લોકપાલ બિલ' માટે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવાનો નિર્ણય કર્યો છે. ખરડા મુજબ ભ્રષ્ટ બાબુઓને આજીવન કારાવાસ સુધીની સજા અપાવવાની જોગવાઇ છે. વિધાનસભાનું આ વિશેષ સત્ર 16 ફેબ્રુઆરીના રોજ પહેલાં જાહેર કરવામાં આવેલ ઐતિહાસિક રામલીલા મેદાનના બદલે ઇન્દિરા ગાંધી સ્ટેડિયમમાં આયોજીત કરવામાં આવશે.

arvind-kejriwal

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અધ્યક્ષતામાં થોડા દિવસો પહેલાં કેબિનેટની બેઠકમાં ખરડાના ડ્રાફ્ટ પર ચર્ચા કરવામાં આવી જેમાં દોષી સાબિત થતાં અધિકારીઓની સંપત્તિ જપ્ત કરવાનો, તેમને સેવાનિવૃત્તિનું પેન્શન વગેરે સુવિધાઓથી વંચિત કરવાની જોગવાઇ છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી કાર્યાલય સહિત ડીડીએ, એનડીએમસી અને દિલ્હી પોલીસને ધારાસભ્યની પરિધિમાં સામેલ કરવામાં આવે આ જોગવાઇ પર કેન્દ્ર વાંધો ઉઠાવી શકે છે કારણ કે ત્રણેય એજન્સીઓ (ડીડીએ, એનડીએમસી અને દિલ્હી પોલીસ)ની જવાબદેહી સીધી રીતે ગૃહ મંત્રાલયના અંતગર્ત આવે છે. અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે ખરડા પર અંતિમ નિર્ણય સોમવારે કેબિનેટ દ્વારા લેવામાં આવશે.

પીડબ્લ્યૂડી મંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું હતું કે કેબિનેટે 13 ફેબ્રુઆરીથી 16 ફેબ્રુઆરી સુધી વિધાનસભાનું સત્ર બોલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને સદનના સત્રનો અંતિમ દિવસ સ્ટેડિયમમાં ચાલશે જ્યાં આમ પ્રજાને પણ ભાગ લેવા માટે આમંત્રિત કરવામાં આવશે. અધિકારીઓએ કહ્યું હતું કે વિધાનસભા સત્ર બોલાવવા પર ઉપરાજ્યપાલ નજીબ જંગની સહમતિ મળવી જરૂરી છે. આ દરમિયાન દિલ્હી પોલીસ સુરક્ષા કારણોને લીધે રામલીલા મેદાનમાં સત્ર બોલાવવાના મુદ્દે વિરોધ વ્યક્ત કરી ચૂકી છે.

English summary
The Aam Aadmi Party government under Arvind Kejriwalwill hold a crucial cabinet meeting on Monday to clear the draft of the Jan Lokpal Bill.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.