રેન બસેરા મુદ્દે 'આપ'ની ઉખડી પોલ, ઠંડીના લીધે 11ના મોત

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 18 જાન્યુઆરી: દિલ્હીમાં ઠંડીના લાગવાના લીધે 11 લોકોના મોત નિપજ્યાં છે. આ લોકોના મોતે ઠંડીથી બચવા માટે 'આપ' પાર્ટીના દાવાઓની પોલ ઉખાડી કરી દિધી છે. દિલ્હીના શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાએ શનિવારે કહ્યું હતું કે લોકોના કેવી રીતે નિપજ્યાં છે, તેની તપાસ માટે સમિતિ નિમવામાં આવશે. મનીષ સિસોદિયાએ કહ્યું હતું કે આ મુદ્દે સરકારે કાર્યવાહી કરવી પડશે. દિલ્હીમાં ગત 24 કલાકમાં 11 લોકોના મોત નિપજ્યાં છે.

બીજી તરફ ઠંડીના લીધે લોકોના મોત પર ભાજપે અરવિંદ કેજરીવાલની સરકાર પર નિશાન તાક્યું હતું. ભાજપના નેતા વિજય ગોયલે કહ્યું હતું કે આમ આદમીના હિતોની વાત કરનારી પાર્ટીના દાવાઓની પોલ ખુલી ગઇ છે. તેમને કહ્યું હતું કે દિલ્હીની સરકાર લોકોને દગો આપી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં 'આપ' પાર્ટીની સરકાર બન્યા બાદ મનીષ સિસોદિયાએ રેન બસેરાની મુલાકાત લઇ સમીક્ષાઓ કરી હતી અને લોકોને તેમની પરેશાનીઓ પૂછી હતી. મનીષ સિસોદિયાએ રેન બસેરામાં સારી વ્યવસ્થાનો વાયદો કર્યો હતો.

arvind

શનિવારે દિલ્હીના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપડાની સંભાવના છે. વરસાદના લીધે ધુમ્મસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે પરંતુ હાલની સરખામણીએ ઠંડી વધી જશે.

હવામાન વિભાગનું માનવું છે કે હિમાચલ પ્રદેશમાં પરિસ્થિતી વધુ વણસશે તો ઉપરના વિસ્તારોમાં હિમવર્ષા થઇ શકે છે. બીજી તરફ મનાલીમાં પ્રવાસીઓ હિમવર્ષાની રાહ જોઇ રહ્યાં છે. મનાલીમાં ક્રિસમસ અને ન્યૂ ઇયરની આસપાસ હિમવર્ષા થાય છે, પરંતુ ત્યાર ક્યારેક હવામાન સ્પષ્ટ જોવા મળ્યું તો ક્યારેક વાદળો જોવા મળ્યા. તો બીજી તરફ શિમલામાં તાપમાન 2 ડિગ્રી સેલ્સિયસ છે, પરંતુ બરફ પડવાના અણસાર જોવા મળતા નથી.

English summary
In the last twenty four hours 11 people have died in the national capital due to extreme cold conditions. Delhi Police have confirmed the death toll at eleven.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.