દિલ્હીમાં બદલી ના થઇ તો આર્મી જનરલે કરી આત્મહત્યા

ઘરમાં મળેલી તેમની સુસાઇડ નોટથી તેમની પરેશાનીને સારી રીતે સમજી શકાય છે. પોતાના સુસાઇડ નોટમાં તેમને પોતાની પોસ્ટીંગની પરેશાનીનો ઉલ્લેખ કર્યો હતો. રાજપાલ એનસીસીમાં એડિશનલ ડાયરેક્ટ જનરલના પદ પર પટનામાં તૈનાત હતા. તે પોતાની બદલી કરાવવા માંગતા હતા, પરંતુ તમામ પ્રયત્નો બાદ પણ તેમની બદલી થઇ રહી ન હતી. આથી પરેશાન મેજર જનરલે પોતાના ઘરમાં પંખાથી લટકીને આત્મહત્યા કરી હતી.
મેજર જનરલ રાજપાલ દિલ્હીમાં પત્ની અને પુત્રી સાથે રહેતા હતા. શુક્રવારે સાંજે સાડા ચાર વાગે તેમની પત્ની જ્યારે રૂમમાં આવી તો ત્યાં પતિને પંખાથી લટકેલા જોઇને બૂમો પાડવા લાગી. પછી પડોશીઓ અને ફ્લેટના સિક્યોરિટી ગાર્ડે પોલીસને જાણકારી આપી.












Click it and Unblock the Notifications
