For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જન લોકપાલ બિલ પાસ નહી થાય તો રાજીનામું આપી દઇશ: કેજરીવાલ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 10 ફેબ્રુઆરી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જન લોકપાલ બિલને પાસ કરાવવાને લઇને પોતાની પ્રતિબદ્ધતાનું પુનરાવર્તન કરતાં કહ્યું હતું કે જો આ બિલ પાસ નહી થાય તો રાજીનામું આપી દઇશ. રવિવારે એક સમાચાર ચેનલ સાથેની વાતચીતમાં અરવિંદ કેજરીવાલે સ્પષ્ટ કહ્યું હતું કે 'અમારું સત્તામાં રહેવું તેના કરતાં વધુ મહત્વનું છે જન લોકપાલ બિલનું પાસ થવું. જો જન લોકપાલ બિલ પાસ નહી થાય તો અમે રાજીનામું આપી દઇશું.'

અરવિંદ કેજરીવાલે એક દિવસ પહેલાં જ કહ્યું હતું કે તે ભ્રષ્ટાચારના મોટા મુદ્દાઓને લઇને ગમે તે હદે જઇ શકે છે. તેમને કહ્યું હતું કે જોઇ આ મહત્વપૂર્ણ બિલને વિધાનસભાની મંજૂરી નહી મળે તો તેમને પદ પર રહેવાનો કોઇ અધિકાર નથી. કોંગ્રેસની સાથે સાથે ભાજપ પણ આ બિલનો વિરોધ કરી રહી છે.

અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે 'દેશમાંથી ભ્રષ્ટાચાર ખતમ કરવા માટે, મુખ્યમંત્રીની ખુરશીનું સો વાર બલિદાન કરી શકું છું. જો જન લોકપાલ બિલ અને સ્વરાજ બિલ મંજૂર નહી થાય તો સરકાર પડી જશે. અરવિંદ કેજરીવાલની પાર્ટી આપે મતદારોને વાયદો કર્યો હતો કે તેમાં ભ્રષ્ટાચાર પર કાબૂ મેળવવા માટે જનલોકપાલ બિલ લાવવું મહત્વપૂર્ણ હતું.

arvind-delhi-cm

તેમણે સંવાદદાતાઓને કહ્યું હતું કે 'દેશમાં સ્વરાજ સ્થાપિત કરવા માટે મુખ્યમંત્રીનું 100 વાર બલિદાન કરી શકાય. હું અહીંયા મુખ્યમંત્રી બનવા માટે આવ્યો છું. હું અહી દેશમાંથી ભ્રષ્ટાચારનો ખાત્મો કરવા માટે આવ્યો છું. તેમને પૂછવામાં આવ્યું હતું કે જનલોકપાલ અને સ્વરાજ બિલના મુદ્દે તે પદ છોડવા માટે તૈયાર છે તો તેમણે કહ્યું હતું કે 'હા હું તૈયાર છું'.

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે જનલોકપાલ અને સ્વરાજ બિલ દિલ્હી વિધાનસભામાં 13 ફેબ્રુઆરીના રોજ રજૂ કરવામાં આવશે. ધારાસભ્ય વિનોદ કુમાર બિન્નીને આપમાંથી સસ્પેંડ કર્યા બાદ 70 સભ્યોવાળી વિધાનસભામાં આપની પાસે 27 સભ્યો બચ્યા છે જ્યારે કોંગ્રેસની પાસે આઠ સભ્યો છે. ભાજપ પાસે 32 ધારાસભ્યો છે.

બીજી તરફ અરવિંદ કેજરીવાલે મહારાષ્ટ્ર સદનમાં અણ્ણા હજારે સાથે મુલાકાત કરી જનલોકપાલ અને સ્વરાજ બિલ વિશે તેમને જાણકારી નથી. અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત બાદ અણ્ણા હજારેએ સંવાદદાતાઓને કહ્યું હતું કે ' જો આ પારિત નહી થાય તો અરવિંદ કેજરીવાલને રાજીનામું આપી દેવું જોઇએ. તેમને આમ કરવું જોઇએ. તેમને પૂછવામાં આવ્યું હતું કે તેમની રાજીનામું આપવાની ધમકીને સમર્થન કરે છે. પ્રસ્તાવિત જનલોકપાલ બિલ વિશે અણ્ણા હજારેએ કહ્યું હતું કે 'મેં હજી બિલના કાગળ જોયા નથી, પરંતુ તેમણે (કેજરીવાલે) જે કંઇ કહ્યું છે તે સારું છે.

English summary
Upping the ante over the Jan Lokpal Bill, Delhi Chief Minister Arvind Kejriwal tonight threatened to resign if his pet anti-graft legislation is not passed by the state Assembly due to lack of support from other parties.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X