For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કેજરીવાલને મેદાનમાં ઉતારશે AAP

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

arvind-kejriwal
નવી દિલ્હી, 16 એપ્રિલ: આમ આદમી પાર્ટી (આપ)ના નેતા અરવિંદ કેજરીવાલ આ વર્ષના અંતે યોજાનારી દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ઉતરશે પરંતુ આ હજુ સુધી આ અંગે નિર્ણય લેવાનો બાકી છે કે તે કયા વિધાસભા વિસ્તારમાંથી ચૂંટણી લડશે.

આપ પ્રવક્તા મનિષ સિસોદિયાએ સંવાદદાતાઓને કહ્યું હતું કે કેજરીવાલ ચૂંટણી લડશે પરંતુ કઇ સીટ પરથી ચૂંટણી લડશે તે અમે કહી ના શકીએ. તેમને દિલ્હીની ચૂંટણીમાં ભાગ લેવાની માંગ કરી હતી. તેમને પુછવામાં આવ્યું હતું કે શું પાર્ટીનું કેન્દ્રિય નેતૃત્વ દિલ્હીની ચુંટણી લડશે, તો મનિષ સિસોદિયાએ કહ્યું હતું કે આ અંગે નિર્ણય થયો નથી કે મુખ્ય નેતાઓમાંથી કોણ મેદાનમાં ઉતરશે. તેમને બધી 70 વિધાનસભાની સીટો માટે ઉમેદવાર નક્કી કરવા માટે પ્રજા પાસેથી આવેદન અને સલાહ માંગવાની પાર્ટીની પહેલની જાહેરાત કરી છે.

તેમને કહ્યું હતું કે અમારે ચૂંટણી લડવા માટે ચરિત્રવાન ઉમેદવારોની જરૂર છે. અમે ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા આજથી શરૂ કરીશું. જનતા પાંચ મે સુધી પોતાની સલાહ આપી શકે છે અને તપાસ સમિતિ તેમાંથી ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. મનિષ સિસોદિયાએ કહ્યું હતું કે ત્યારબાદ રાજકીય દળોની સમિતિ ઉમેદવારોના ઇન્ટરવ્યું લેશે. તેમને કહ્યું હતું કે કોંગ્રેસ અને ભાજપ જેવી મુખ્ય પાર્ટીઓ બંધ રૂમમાં ચર્ચા બાદ પોતાના ઉમેદવારોની પસંદ કરે છે અને તેમાં ભ્રષ્ટાચાર અને ભાઇ-ભત્રીજાવાદ હોય છે. તેમને કહ્યું હતું કે અમે તેમને પડકાર ફેંકી રહ્યાં છીએ. અમારા ત્યાં એક પરિવારમાંથી બે સભ્યો ચૂંટણી લડશે નહી.

English summary
Aam Aadmi Party leader Arvind Kejriwal will contest the Delhi Assembly elections scheduled later in 2013 but it was yet to be decided from which constituency he will fight the poll, AAP said on Monday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X