For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હીના CM કેજરીવાલના ઘર પર હુમલો, CCTV કેમેરા અને સુરક્ષા અવરોધો તોડ્યા

દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલના ઘર પર કેટલાક અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેની જાણકારી દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ટ્વિટ કરીને આ વિશે માહિતી આપી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 30 માર્ચ : દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલના ઘર પર કેટલાક અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેની જાણકારી દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ટ્વિટ કરીને આ વિશે માહિતી આપી છે. મળતી માહિતી મુજબ, મુખ્યમંત્રી કેજરીવાલના ઘર પર હુમલો કરતી વખતે અસામાજિક તત્વોએ સીસીટીવી કેમેરા અને સુરક્ષા અવરોધો તોડી નાખ્યા હતા.

ગેટ પરનો બૂમ બેરિયર પણ તૂટી ગયો

અરવિંદ કેજરીવાલના ઘર પર થયેલા હુમલાની માહિતી આપતા મનીષ સિસોદિયાએ ટ્વિટ કર્યું કે, દિલ્હીમાં મુખ્યમંત્રીના ઘર પર અસામાજિક તત્વો દ્વારા હુમલોકરવામાં આવ્યો અને સીસીટીવી કેમેરા અને સુરક્ષા અવરોધો તોડી નાખ્યા હતા. ગેટ પરનો બૂમ બેરિયર પણ તૂટી ગયો છે.

ભાજપ પર તોડફોડનો આરોપ

ભાજપ પર તોડફોડનો આરોપ

આવા સમયે ભાજપ પર આ તોડફોડનો આરોપ લગાવતા સિસોદિયાએ લખ્યું કે, ભાજપના ગુંડાઓ મુખ્યમંત્રીના ઘરની તોડફોડ કરતા રહ્યા હતા. ભાજપ પોલીસ તેમનેરોકવાને બદલે ઘરના દરવાજા સુધી લઈ આવી હતી. સિસોદિયાએ દિલ્હી પોલીસ પર પણ નિશાન સાધ્યું છે.

આવા સમયે, ડેપ્યુટી ચીફ મિનિસ્ટર મનીષ સિસોદિયા સિવાય, આમ આદમી પાર્ટીના ઘણા નેતાઓએ પણ ટ્વિટ કરીને આ ઘટના માટે ભાજપને જવાબદાર ઠેરવ્યું છે.આ સાથે જ દિલ્હી પોલીસ પર આરોપ લગાવ્યો અને દાવો કર્યો કે, તેમની હાજરીમાં આ હુમલો કરવામાં આવ્યો છે.

50 લોકોની અટકાયત કરાઇ

દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલના ઘર પર થયેલા હુમલા અંગે માહિતી આપતાં દિલ્હી ઉત્તર ડીસીપીએ કહ્યું કે, બીજેવાયએમનો વિરોધ ચાલી રહ્યો હતો, જેમાં કેટલાકદેખાવકારોએ હોબાળો મચાવ્યો હતો.

સીસીટીવી પર હુમલો કરતા મુખ્યમંત્રીના આવાસની બહાર રંગ ફેંક્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટનાનાસંબંધમાં 50 લોકોની અટકાયત કરવામાં આવી છે.

English summary
Attack on CM Kejriwal's house in Delhi, CCTV cameras and security barriers smashed.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X