For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે ગરીબોને સબસિડીવાળા 12 સિલિન્ડર મળશે

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

gas-cylinders
નવી દિલ્હી, 22 જાન્યુઆરી: દિલ્હીમાં સતત ચોથી વાર કોંગ્રેસનો પરચમ ફરકાવવાની જવાબદારીને ધ્યાનમાં રાખતાં મુખ્યમંત્રી શિલા દિક્ષિત ચુંટણી વર્ષમાં ધડાધડ લોકલુભામણા નિર્ણયો લઇ રહી છે. આ મુજબ તેમની સરકારે શહેરના ગરીબોને વર્ષમાં સબસિડીવાળા 12 રાંઘણગેસ પુરા પાડવાનો નિર્ણય કર્યો છે. સરકારના આ નિર્ણયથી શહેરના ચાર લાખથી વધુ પરિવારોને ફાયદો પહોંચશે. જ્યારે દિલ્હી સરકાર આ નિર્ણયને અમલમાં મુકવા માટે 15 કરોડ રૂપિયાની વધારે રકમ આપવી પડશે.

મુખ્યમંત્રી શિલા દિક્ષિતની અધ્યક્ષતામાં સોમવારે દિલ્હી મંત્રીમંડળની બેઠકમાં કેરોસીન ફ્રી યોજનાના લાભાર્થીઓને દર વર્ષે નવના બદલે 12 સબસિડીવાળા સિલિન્ડર આપવાનો નિર્ણય કર્યો છે. દિલ્હી મંત્રીમંડળના આ નિર્ણયથી કેન્દ્ર સરકારના તે નિર્ણય સાથે જોડીને જોવામાં આવે છે જે મુજબ બધા વપરાશકર્તા માટે સબસિડીવાળા સિલિન્ડરોની સંખ્યા છ થી વધારીને નવ કરી દેવામાં આવી છે.

મંત્રીમંડળની બેઠક બાદ મુખ્યમંત્રી શિલા દિક્ષિતે સંવાદદાતાઓ કહ્યું હતું કે દિલ્હી ગરીબોની મદદ કરવામાં આગળ રહ્યું છે. જ્યારે કેન્દ્રએ સબસીડીવાળા સિલિન્ડરોની સંખ્યા ઘટાડીને છ કરી દિધી છે, ત્યારે દિલ્હી સરકારે ગરીબોને નવ સિલિન્ડર આપવાનો નિર્ણય કર્યો છે. જ્યારે કેન્દ્ર સરકારે આ સિલિન્ડરો સંખ્યા વધારીને નવ કરી દિધી છે, તો દિલ્હીએ તાત્કાલીક પહેલ કરતાં કેરોસીન મુક્ત યોજનામાં સામેલ લાખો પરિવારોને સબસિડી 12 સિલિન્ડર આપવાનો નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રી શિલા દિક્ષિતે જણાવ્યું હતું કે ગરીબી રેખા નીચે આવતા અંત્યોદય અન્ન યોજના હેઠળ આવનાર હતા તથા જેન્ડર રિસોર્સ સેન્ટરના લગભગ ચાર લાખ કાર્ડ ધારકોને મંત્રીમંડળના નિર્ણયનો લાભ મળશે. તેમને કહ્યું હતું કે આ ગરીબ પરિવારોને વધુ ત્રણ સબસિડીવાળા સિલિન્ડર આપવા માટે 15 કરોડ રૂપિયાની વધારે રાશિ જાહેર કરવામાં આવશે. સરકાર ગેસ સબસિડી અને સબસિડીવાળા સિલિન્ડરોના ભાવના અંતરની ભરપાઇ માટે પોતાના તરફથી પ્રતિ સિલિન્ડર 350 રૂપિયા આપશે.

English summary
In good news for BPL cardholders and other marginalised sections, the Delhi Government today decided to increase the number of subsidised LPG cylinders for them from nine to 12.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X