• search

અનુ.જાતિ, જનજાતિ અને ઓબીસી માટે અનામતની વ્યવસ્થા ચાલુ રહેશે: સોનિયા ગાંધી

By Kumar Dushyant
Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  નવી દિલ્હી, 6 ફેબ્રુઆરી: જાતિ આધારે કોટાની વ્યવસ્થાને સમાપ્ત કરવા માટે કોંગ્રેસ મહાસચિવ જર્નાદન દ્રિવેદીના નિવેદનથી ઉદભવેલા વિવાદને શાંત કરવાનો પ્રયત્ન કરતાં પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું હતું કે અનુસૂચિત જાતિ, જનજાતિ અને ઓબીસી માટે અનામતની વ્યવસ્થાને ચાલુ રાખવાના મુદ્દે કોંગ્રેસના વલણને લઇને કોઇ શક અથવા અસમંજસ ન હોવું જોઇએ.

  યુપીએ સરકારને બહારથી સમર્થન આપી રહેલી સપા અને બસપાને જર્નાદન દ્રિવેદીનું નિવેદન ગમ્યું નહી અને તેમને સામાજિક ન્યાય વિરોધી ગણાવી નકારી કાઢ્યું, જ્યારે ભાજપ અને શિરોમણી અકાલી દળે લોકસભા ચૂંટણી પહેલાં આ પ્રકારના નિવેદન પર સવાલ ઉઠાવ્યા છે.

  આ સંબંધમાં સોનિયા ગાંધીએ બે પેજના પોતાના નિવેદનમાં કહ્યું હતું કે 'અનુસૂચિત જાતિ, જનજાતિ અને ઓબીસીનું સશક્તિકરણ કોંગ્રેસ માટે આસ્થાની વાત છે.' તેમને કહ્યું હતું કે ''અનુસૂચિત જાતિ, જનજાતિ અને ઓબીસી માટે અનામતની વ્યવસ્થા પર કોંગ્રેસના વલણને લઇને કોઇ શક અથવા અસમંજસ ન હોવો જોઇએ. આ કોંગ્રેસ દ્વારા લાગૂ કરવામાં આવી છે. તેમને કોંગ્રેસને મજબૂતી પુરી પાડી છે અને કોંગ્રેસ તેમનો પક્ષ લેશે.'' સોનિયા ગાંધીના આ નિવેદનનો ઉદ્દેશ્ય જર્નાદન દ્રિવેદીની ટિપ્પણીને લઇને ઉદભવેલા રાજકીય વિવાદને ધ્યાનમાં રાખતાં કોઇપણ પ્રકારના નુકસાનને રોકવાનો માનવામાં આવે છે.

  લોકસભાની ચૂંટણીના થોડા મહિના પહેલાં આવેલા જર્નાદન દ્રિવેદીના નિવેદનથી પાર્ટી અને સરકારે આ નિવેદનને તેમનું વ્યક્તિગત સલાહ ગણાવી છે. સોનિયા ગાંધીએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે 'સદીઓથી તેમના પર થોપવામાં આવેલા ભેદભાવ અને વર્તણૂક સામે લડવા માટે જરૂરી છે.

  sonia-gandhi

  આ મુદ્દાને લઇને રાજ્યસભામાં હંગામા વચ્ચે સંસદીય કાર્ય રાજ્ય મંત્રી રાજીવ શુક્લાએ કહ્યું હતું કે સરકાર આર્થિક આધાર પર આરક્ષણ આપવાની કોઇપણ પ્રકારના પ્રસ્તાવ પર વિચાર કરી રહી નથી. આજે અનામતની જે વ્યવસ્થા છે, સંવિધાનની જોગવાઇઓ મુજબ ચાલુ રહેશે.

  એક ઇન્ટવ્યુંમાં જર્નાદન દ્રિવેદીએ જાતિના આધારે અનામતને સમાપ્ત કરવાની વકિલાત કરતાં રાહુલ ગાંધીને આર્થિક રીતે નબળા વર્ગ માટે કોટા વ્યવસ્થા લાગૂ કરી બધા વર્ગને તેના દાયરામાં લાવવાની માંગ કરી.

  સપાના નેતા રામ ગોપાલ યાદવ અને બસપા પ્રમુખ માયાવતીએ આ નિવેદનની ટીકા કરી. રામ ગોપાલ યાદવે કહ્યું હતું કે કોંગ્રેસ દેશમાં સામાજિક ન્યાય પ્રણાલીને સમાપ્ત કરવાનો પ્રયત્ન કર્યો છે જ્યારે બસપા માયાવતીએ માંગ કરી છે કે કોંગ્રેસ આ મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ કરે.

  જર્નાદન દ્રિવેદીના નિવેદનથી હોબાળો મચી ગયો અને બસપા સભ્યોએ સદનની વચોવચ આવીને 'ગરીબ વિરોધી સરકાર, રાજીનામું આપે' ના નારા લગાવ્યા હતા. સપાના સભ્યોએ તેમના સૂરમાં સૂર મેળવ્યા હતા, જ્યારે જેડીયૂએ કહ્યું હતું કે કોંગ્રેસ અનામત વ્યવસ્થાથી હટી રહી છે અને આ સંબંધમાં 'કાવતરા'ના રોતડા રોયા. લોકસભામાં બસપાના સભ્ય પણ સદનની વચોવચો આવી ગયા હતા.

  સોનિયા ગાંધીએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે ''કોંગ્રેસ પાર્ટીએ 1950ના દાયકામાં સરકારી નોકરીઓ અને શિક્ષણ સંસ્થાઓ તથા ચૂંટણી એકમોમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ માટે અનામતની વ્યવસ્થા શરૂ કરી હતી.' તેમને કહ્યું હતું કે કોંગ્રેસે 1990ના દાયકા બાદ ઓબીસી માટે સરકારી નોકરીઓ અને શિક્ષણ સંસ્થાઓમાં અનામત શરૂ કરી.' સોનિયા ગાંધીએ કહ્યું હતું કે કોંગ્રેસ બધાને સમાન તક આપવામાં વિશ્વાસ ધરાવે છે અને પાર્ટીએ અનામતના માળખાને મજબૂત કરવા માટે બે ખરડા રજૂ કર્યા છે.

  English summary
  The government and Congress President Sonia Gandhi on Wednesday clarified that there was no move to change the policy on reservation in government jobs. The clarifications came a day after senior Congress leader Janardan Dwivedi advocated a relook into caste-based reservations, leading to an outcry in the Rajya Sabha.

  For Breaking News from Gujarati Oneindia
  Get instant news updates throughout the day.

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more