અગસ્તા હેલિકોપ્ટર ડીલ: એસ.પી ત્યાગી સહિત બધા આરોપીના એકાઉન્ટ સીલ

sp-tyagi-chopper
નવી દિલ્હી, 24 એપ્રિલ: સીબીઆઇએ 3600 કરોડ રૂપિયાના વીવીઆઇપી હેલિકોપ્ટર ડીલમાં લાંચ લેવાના મુદ્દે આરોપીના રૂપમાં ભારતીય વાયુસેનાના પૂર્વ પ્રમુખ એસ પી ત્યાગી અને અન્ય ભારતીયોના બેંક ખાતાની કામગીરી પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. એજન્સીના સૂત્રોએ આજે જણાવ્યું હતું કે સીબીઆઇએ પ્રાથમિકીમાં નામિત તમામ ભારતીય આરોપીઓના કેટલાક બેંક ખાતાઓની કામગીરી પર પ્રતિબંધ લગાવ્યો હતો.

તેમને કહ્યું હતું કે સીબીઆઇએ ઘોટાળામાં સામેલ ભારતીય કંપનીઓ-એયરોમૈટ્રિક્સ ઇન્ફો સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ અને આઇડીએસ ઇન્ફોટેકના બેક ખાતાની કામગીરી પર પ્રતિબંધ લગાવ્યો છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે તપાસ દરમિયાન એસ પી ત્યાગીના પિતરાઇ ભાઇઓ (સંજીવ ઉર્ફે જૂલી, રાજીવ ઉર્ફે ડોક્સા અને સંદીપ)ના બેંક ખાતાની કામગીરી પર પ્રતિબંધ લગાવ્યો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રાથમિકીમાં દાખલ અન્ય જે ભારતીયોના બેંક ખાતાની કામગીરી પર સીબીઆઇએ પ્રતિબંધ લગાવ્યો છે તેમાં પૂર્વ કેન્દ્રિય મંત્રી સંતોષ બાગરોડિયાના ભાઇ સતીશ બાગરોડિયા સામેલ છે. સતીશ બાગરોડિયા આઇડીએસ ઇન્ફોટેકના અધ્યક્ષ છે. આ કંપનીના મેનેજર પ્રતાપ અગરવાલ અને એયરોમૈટ્રિક્સના સીઇઓ પ્રવીણ બક્ષી તથા કાનૂની સલાહકાર ગૌતમ ખતાનના બેંકોના ખાતાની કામગીરી પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

સીબીઆઇએ પોતાની પ્રાથમિકીમાં બધા આરોપીઓ પર ભારતીય દંડ સંહિતા હેઠળ દગાબાજી અને ગુનાહિત કાવતરું તથા ભ્રષ્ટાચાર ઉન્મૂલન અધિનિયમ વિભિન્ન પ્રાવધાનો હેઠળ આરોપ લગાવવામાં આવ્યા છે. એસ પી ત્યાગી ભારતીય વાયુસેનાના પહેલા પ્રમુખ છે જેમને સીબીઆઇ કોઇ ભ્રષ્ટાચાર કે અપરાધિક મામલામાં નામ દાખલ હોય.

સીબીઆઇએ આરોપ લગાવ્યો છે કે વાયુસેનાના પ્રમુખના રૂપમાં પોતાના કાર્યકાળ દરમિયાન એસ પી ત્યાગી અને તેમની મંજૂરીથી ભારતીય વાયુસેનાના વીવીઆઇપી હેલિકોપ્ટરો માટે અનિવાર્ય અર્હતાના રૂપમાં સેવા ઉચ્ચ સીમા (સર્વિસ સીલિંગ) 6000 મીટર ઘટાડીને 4500 મીટર કરવામાં સહમત થઇ ગયા જેનો તે સુરક્ષા તથા અન્ય સંબંધિત કારણોના આધાર પર કડક વિરોધ કરી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X