ગરીબીના આંકડાને લઇને કેન્દ્ર અને ગુજરાત સરકાર આમને-સામને

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 4 ફેબ્રુઆરી: કેન્દ્ર અને ગુજરાતની નરેન્દ્ર મોદી સરકાર ગરીબીના આંકડાને લઇને આમને-સામને આવી ગઇ છે. નાણાં મંત્રી પી. ચિદંબરમગુજરાત સરકાર દ્વારા ગરીબી રેખા નીચે જીવન ગુજારતા લોકોની ઓળખની સીમા માટે 10 રૂપિયા 80 પૈસા પ્રતિદિવસની કમાણીના માપદંડને નકારી કાઢ્યો છે.

તો બીજી તરફ ગુજરાત સરકારે કહ્યું છે કે આ માપદંડ યોજના પંચના માપદંડો પર આધારિત છે, કેન્દ્ર સરકારે આ અંગે મનાઇ કરી દિધી છે. પી. ચિદંબરમે સંવાદદાતાઓને કહ્યું હતું કે જો આશય એ છે કે જે વ્યક્તિ 11 રૂપિયા અથવા 19 રૂપિયાની કમાણી કરે છે તે ગરીબી રેખાથી ઉપર જીવન ગુજારી રહ્યો છે તો તેને નકારી કાઢવો જોઇએ.

p-chidambaram

તેમને કહ્યું હતું કે અમારો મુદ્દો એ છે કે આ માપદંડ એ નક્કી કરવા માટે છે કે લાભાર્થી કોણ હોવો જોઇએ અને કોણ એક વિશિષ્ટ કાર્યક્રમનો લાભાર્થી ન હોવો જોઇએ. આ માપદંડ ગરીબીના સંકેતક નથી.

આ અવસર પર તેમણે યોજના પંચના ગરીબી સંબંધી 32 રૂપિયાના આંકડા પર ભાજપ દ્વારા કરવામાં આવેલા હોબાળાને યાદ કરતાં કહ્યું હતું કે મેં એ સંકલ્પના કરી શકતો નથી કે તે 11 અને 19 રૂપિયા જેવી સંખ્યા કેવી રાખી શકે છે. મારે એ જોવાનું હશે કે આ આંકડાને યોજના પંચની સંખ્યાઓ માંથી નિકાળવામાં આવ્યા છે અથવા નિકાળી શકાય છે.

English summary
The Centre and the Narendra Modi government were at loggerheads on Monday over poverty figures, with Union Finance Minister P Chidambaram rejecting Gujarat's income benchmark of Rs 10.80 a day to determine who is poor.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.