For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચંદ્રયાન 2: આજે રાતે ચંદ્ર પર ઉતરશે લેંડર વિક્રમ, છેલ્લી 15 મિનિટ પર હશે દુનિયાની નજર

ભારતનુ બીજુ મૂન મિશન ચંદ્રયાન-2 સફળતા તરફ આગળ વધી ચૂક્યુ છે. લેંડર 'વિક્રમ' સાત સપ્ટેમ્બર (આજે રાતે) ચંદ્ર પર ઉતરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.

|
Google Oneindia Gujarati News

ભારતનુ બીજુ મૂન મિશન ચંદ્રયાન-2 સફળતા તરફ આગળ વધી ચૂક્યુ છે. લેંડર 'વિક્રમ' સાત સપ્ટેમ્બર (આજે રાતે) ચંદ્ર પર ઉતરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. આ એક એવી પળ હશે જ્યારે દુનિયાભરની નજર આના પર ટકી હશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી મોદી સાથે હાઈસ્કૂલમાં ભણતા 60 બાળકો ઈસરોના બેંગલુરુ સેન્ટર પર હાજર રહેશે. જો કે લેંડિંગના છેલ્લી ઘડીએ આખા દેશના લોકોના ધબકારા વધી જશે. લેંડિંગ પહેલાની છેલ્લી 15 મિનિટ બહુ મહત્વની હશે.

chandrayan 2

ચંદ્ર પર વિક્રમની સફળ લેંડિંગ સાથે ભારત દુનિયાનો ચોથો દેશ હશે જે સોફ્ટ લેંડિંગ તરફ પગલુ આગળ વધારશે. લેંડર વિક્રમના સોફ્ટ લેંડિંગ બાદ આ મિશનને સફળ માનવામાં આવશે. આ દરમિયાન છેલ્લા 15 મિનિટ પર ઈસરોના સ્પેસ સાયન્ટિસ્ટસની નજર હશે. આજે રાતે દોઢ વાગ્યા બાદ લેંડર વિક્રમની સ્પીડ 6 કિલોમીટર પ્રતિ સેકન્ડ એટલે કે 21600 કિલોમીટર પ્રતિ કલાક હશે. જે એક કોમર્શિયલ ફ્લાઈટની સરેરાશ સ્પીડથી 30-40 સ્પીડથી 30-40 ગણી વધુ છે. સામાન્ય રીતે એક ફ્લાઈટની ઝડપ 500-900 કિમી પ્રતિ કલાક હોય છે.

લેંડિંગની છેલ્લી પંદર મિનિટ દરમિયાન લેંડર વિક્રમની સ્પીડ બહુ ઓછી કરવી પડશે. આ સ્પીડને ઘટાડીને 2 મીટર પ્રતિ સેકન્ડ પર લાવવી પડશે એટલે કે 7 કિમી પ્રતિ કલાક. અચાનક આ સ્પીડને આટલી ઘટાડવી વૈજ્ઞાનિકો માટે પડકાર હશે. સ્પેસમાં લેંડર વિક્રમની સ્પીડને ઘટાડવા માટે થ્રસ્ટરનો ઉપયોગ કરવામાં આવશે. આનાથી સ્પેસક્રાફ્ટની સ્પીડ વધારવામાં આવે છે. પરંતુ વિપરિત દિશામાં આના ઉપયોગથી સ્પીડ ઘટી શકે છે. સ્પેસક્રાફ્ટ પોતાની આગળ વધવાની દિશામાં જ થ્રસ્ટરનો ઉપયોગ કરશે જેનાથી લેંડર વિક્રમની સ્પીડ ઘટી જશે. લેંડર ચંદ્ર પર ઉતર્યાના લગભગ 3 કલાક બાદ તેની અંદરથી રોવર 'પ્રજ્ઞાન' બહાર નીકળશે.

આ પણ વાંચોઃ 74 વર્ષની વૃદ્ધ મહિલાએ આપ્યો જોડિયા બાળકોને જન્મ, 54 વર્ષ બાદ પૂરી થઈ મા બનવાની ઈચ્છાઆ પણ વાંચોઃ 74 વર્ષની વૃદ્ધ મહિલાએ આપ્યો જોડિયા બાળકોને જન્મ, 54 વર્ષ બાદ પૂરી થઈ મા બનવાની ઈચ્છા

English summary
chandrayaan 2 moon landing Vikram lander isro
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X