For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતીય સીમામાં ચીની સેનાની ઘુસણખોરી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

border
નવી દિલ્હી, 20 એપ્રિલ: ચીને ફરી એકવાર ભારતીય સીમામાં ઘુસણખોરીની ગુસ્તાખી કરી છે. ચીને ભારતીય સીમામાં ઘુસણખોરી કરી નાપાક ઇરાદા સાબિત કરી દિધા છે. લદ્દાખમાં ચીનની સેનાની એક ટુકડી ઘુસી આવી છે. સૂત્રોના હવાલાથી જાણવા મળ્યું છે કે આ ટુકડીમાં લગભગ 40 સૈનિકો છે. આ ચીની સૈનિકોએ ભારતીય સીમાની અંદર લગભગ 10 કિલોમીટર અંદર પ્રવેશીને તંબુ તાણી દિધા છે. આ સમાચારની પુષ્ટિ ભારતીય સેનાએ કરી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ચીનની પીપુલ્સ લિબરેશન આર્મી (પીએલએ)ની એક ટુકડીએ 15 એપ્રિલની રાત્રે ભારતીય સીમામાં 10 કિલોમીટર સુધી ઘુસી આવી છે. આ ઘુસણખોરી ડીબીઓ સેક્ટરના બર્થમાં થઇ છે. આ સ્થળ લગભગ 17 હજાર ફુટની ઉંચાઇ પર છે. ચીનના સૈનિકોએ ત્યાં તંબૂ લગાવીને એક ચોકી બનાવી લીધી છે. તેમને જણાવ્યું હતું કે ચીની સેનાની પલટનમાં સામાન્ય રીતે 50 સૈનિકો હોય છે.

ભારત-તિબેટ સીમા પોલીસના જવાનોએ પણ આ કાર્યવાહીને જોતાં 300 મીટરના અંતર પર ચોકીની સામે પોતાની શિબિર લગાવી દિધી છે. આઇટીબીપીએ ચીની સેનાના અધિકારીઓને આ ઘુસણખોરીને લઇને ફ્લેગ મિટીંગ કરવાનું કહ્યું છે, પરંતુ હજુ સુધી ચીની સૈનિકો દ્રારા આ અંગે જવાબી કાર્યવાહી થઇ શકી નથી.

ઉધમપુર સ્થિત ઉત્તરી કમાનના પ્રવક્તા કર્નલ રાજેશ કાલિયાએ જણાવ્યું હતું કે વાસ્તવિક નિયંત્રણ રેખાની અવધારણાના કારણે અહીં મતભેદ પૂર્વી લદ્દાખમાં પેદા છે. તાજેતરના નિયમો હેઠળ આ વિવાદને સૈહાર્દપૂર્ણ રીતે સમાધાન કરાશે. તેમને આ ઉપરાંત વધુ જાણકારી આપવાની મનાઇ કરી દિધી હતી.

ભારતીય ઇન્ફ્રેટ્રી રેજીમેન્ટસ પણ હવે પર્વતીય વિસ્તારો તરફ આગેકૂચ કરી રહ્યો છે. આ વિવાદ પર લદ્દાખ સ્વાઉટ્સ પણ ખુસણખોરીવાળા વિસ્તાર તરફ આગળ વધી રહ્યો છે. ત્યાં જે સ્થિતી છે તેમાં વધુ તણાવ પેદા થયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ એરિયા સ્થાનિક રીતે કોઇ અસૈન્ય વસવાટ નથી. સુદૂર ઉત્તર લદ્દાખ સ્થિત ડીબીઓ પ્રાચી વ્યાપારિક માર્ગ છે જ્યાં આ છાવણી ચીની સૈનિકોએ લગાવી છે. આ લદ્દાખને ચીનના શિનઝિયાંગમાં યારકંદ સાથે જોડનાર સ્થળ છે.

સિયાચીન ગ્લેશિયર સૈન્ય અડ્ડા ઉપરાંત અહી સુદૂર ઉત્તરમાં બનેલ ભારતનો નિર્મિત વિસ્તાર છે. ચીની સીમાથી દક્ષિણમાં લગભગ 8 કિલોમીટર દૂર અને ચીન તથા ભારત વચ્ચે અક્સાઇ ચીન એલએસીના પશ્વિમોત્તરમાં 9 કિલોમીટર દૂર છે.

English summary
In a deep incursion, Chinese troops have entered the Indian territory in Daulat Beg Oldi (DBO) sector in eastern Ladakh and erected a tented post, setting the stage for a face-off with Indian troops.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X