For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હીની ચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 12 નવેમ્બર: કોંગ્રેસે દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે પોતાના 56 ઉમેદવારોની યાદી જાહેર કરી દિધી છે. તેમાં બધા મંત્રીઓ સહિત 42 વર્તમાન ધારાસભ્યોને પાર્ટી ટિકીટ આપી છે.

આ યાદીમાં મુખ્યમંત્રી શીલા દિક્ષીતનો પ્રભાવ જોવા મળ્યો છે જે સ્વયં નવી દિલ્હીથી ચૂંટણી મેદાનમાં ઉતરશે અને ચોથીવાર પોતાની સરકાર માટે જનાદેશ માંગશે. શીલા દિક્ષીત જ્યાં બધા હાજર ધારાસભ્યોને પાર્ટી ટિકીટ આપવાની વકિલાત કરી રહ્યાં હતા તો દિલ્હી કોંગ્રેસ પ્રમુખ જયપ્રકાશ અગ્રવાલે કેટલાક પાર્ટીના ધારાસભ્યોના નામ પર વિરોધ કર્યો હતો.

એકમાત્ર ધારાસભ્ય જેમને ટિકીટ મળી નથી તે છે રાજૌરી ગાર્ડના દયાનંદ ચંદેલા જેમના વિરૂદ્ધ આપરાધિક કેસ છે. કોંગ્રેસના પૂર્વ ભાજપ પાષર્દ વિનોદ કુમાર મોંગાને ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર હર્ષવર્ધન વિરૂદ્ધ કૃષ્ણનગરમાંથી ઉતારવામાં આવ્યા છે. મોગા હર્ષવર્ધનના ખાસ છે પરંતુ તાજેતરમાં જ તે પલડું બદલીને કોંગ્રેસમાં આવી ગયા.

delhi-assembly-elections-601

સોનિયા ગાંધીની અધ્યક્ષતાવાળી કોંગ્રેસની કેન્દ્રિય ચૂંટણી સમિતિ દ્વારા મંજૂરી આપ્યા બાદ પાર્ટીની યાદીને એઆઇસીસી મહાસચિવ મધુસૂદન મિસ્ત્રીએ જાહેર કરી. એમાં ત્રણ મહિલાઓના નામ સામેલ છે.

રાજસ્વ મંત્રી અરવિંદ સિંહને ગાંધીનગર, સ્વાસ્થ્ય મંત્રી અશોક કુમાર વાલિયાને લક્ષ્મીનગર, ખાદ્ય અને નાગરિક આપૂર્તિ મંત્રી હારૂન યૂસૂફને બલ્લીમારાનથી ટિકીટ આપવામાં આવી છે. પીડબ્લ્યૂડી મંત્રી રાજકુમાર ચૌહાણ મંગોલપુરી સીટ પરથી ચૂંટણી લડશે. પરિવહન મંત્રી રમાકાંત ગૌસ્વામીને રાજેન્દ્ર નગર, શિક્ષા મંત્રી કિરણ વાલીયને માલવીય નગરથી મેદાનમાં ઉતારવામાં આવશે. ગોસ્વામી અને વાલીયાને સ્થાનીય કોંગ્રેસ નેતાઓના વિરોધ છતાં ટિકીટ આપવામાં આવી છે.

વિધાનસભા અધ્યક્ષ યોગાનંદ શાસ્ત્રી મહરૌલી તથા ઉપાધ્યક્ષ અમરીષ સિંહ ગૌતમ કોંડલીથી ચૂંટણી લડશે. કોંગ્રેસના પૂર્વ રાજદ ધારાસભ્ય મોહંમદ ખાનને ઓખલાથી ટિકીટ આપવામાં આવી છે. તેમના વિરૂદ્ધ કેટલાક કેસ છે અને તે કોંગ્રેસમાં જોડાઇ ગયા છે. આ પ્રકારણી પાર્ટીએ બસપાના પૂર્વ ધારાસભ્ય રામસિંહ નેતાજીને કોંગ્રેસ ટિકીટ પર બદરપુરથી ઉતાર્યા છે.

English summary
The Congress today declared 56 of its candidates in the first list for Delhi assembly elections granting the party tickets to 42 sitting MLAs including all its ministers.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X