For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભરશિયાળે સંસદમાં ગરમાવો, આજે FDI પર ચર્ચા કરાશે

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

parliment-session
નવી દિલ્હી, 4 ડિસેમ્બર: હાલમાં દિલ્હીમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. લોકો ઠંડીનો આનંદ માણી રહ્યાં છે પરંતુ આ ઠંડીની સિઝનમાં આજે દેશની સંસદમાં ભારે ગરમા-ગરમી રહેશે. કારણ કે આજે દેશના વડાપ્રધાન મનમોહન સિંહને એક અગ્નિ પરિક્ષામાંથી પસાર થવું પડશે.

આજે એફડીઆઇ પર સંસદમાં ચર્ચા થશે ત્યારબાદ બુધવારે તેના પર વોટિંગ થશે. જો કે મનમોહન સરકારને આ ચર્ચાથી કોઇ ખતરો તો નથી પરંતુ તેમછતાં સરકારની સાખ આ મુદ્દે દાવ પર લાગેલી છે અને ઇજ્જતના દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો આ યૂપીએ માટે કોઇ અગ્નિપરીક્ષાથી કમ નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે એફડીઆઇના મુદ્દે ચર્ચા અને વોટીંગ ભાજપની માંગણી છે, માટે સોમવારે સંસદીય કાર્યમંત્રી કમલનાથે બધા રાજકીય દળોને પ્રાર્થના કરી હતી.

સરકારને બહારથી સમર્થન આપી રહેલા સપા અને બસપા બંને એફડીઆઇની વિરૂદ્ધમાં છે માટે તેમની અટકળો ચર્ચા અને વોટીંગ દરમિયાન શું હોય છે આ મુદ્દે બધાની નજરો મંડરાયેલી રહેશે કારણ કે માયાવતીએ સોમવારે કહ્યું હતું કે તે સરકારની પુરી વાત સાંભળીને પોતાની નિર્ણય કરશે.

અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભામાં આજે ચર્ચા અને કાલે એફડીઆઇ પર વોટીંગ થશે તો બીજી તરફ રાજ્યસભામાં ગુરૂવારે ચર્ચા અને શુક્રવારે વોટીંગ થશે. એફડીઆઇના મુદ્દે યૂપીએના સહયોગી મમતા બેનર્જીએ યૂપીએમાંથી સમર્થન પાછું ખેંચી લીધું છે. તો આ મુદ્દે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવા માંગે છે પરંતુ કોઇ ઘટકદળોએ તેમનો સાથે ન આપ્યો અને તેને નકારી કાઢવામાં આવ્યો. માટે આજની ચર્ચામાં તેમની ભૂમિકા શું હશે.

English summary
Crucial debate on FDI begins Today in Parliament. UPA said it was confident of getting support against the Opposition’s motions in both the Houses.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X