For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હી ગેંગરેપ: નિર્ભયા કેસમાં ચારેય દોષીઓની ફાંસીની સજા યથાવત

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 13 માર્ચ: દિલ્હીમાં 16 ડિસેમ્બરના રોજ ચાલુ બસમાં એક યુવતીની સાથે થયેલા સામૂહિક બળાત્કારના કેસમાં ગુનેગાર ગણાવ્યા હતા ચારેય આરોપીઓની ફાંસીની સજાને દિલ્હી હાઇકોર્ટે યથાવત રાખી છે. દિલ્હી હાઇકોર્ટે નિચલી કોર્ટનો ચૂકાદો યથાવત રાખ્યો હતો. ચારેય દોષીઓએ નિચલી કોર્ટના ચૂકાદાની વિરૂદ્ધ દિલ્હી હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. દોષીઓના વકીલે કહ્યું હતું કે આ ચૂકાદો રાજકારણ પ્રેરિત છે અને તે તેના વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરશે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજધાની દિલ્હીમાં 23 વર્ષીય ફીજિયોથેરેપિસ્ટ ઇંટર્નની સાથે છ લોકોએ ચાલુ બસમાં સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો અને તેને નિદર્યતા પૂર્વક ફટકારી હતી. આરોપી યુવતી અને તેનો મિત્રને ડિસેમ્બરની કડકડતી ઠંડીમાં રાતે નગ્નાવસ્થામાં રસ્તાના કિનારે ફેંકીને જતા રહ્યાં હતા. પીડિત યુવતીના આંતરડામાં ગંભીર ઇજા પહોંચી હતી અને 29 ડિસેમ્બરના રોજ સિંગાપુરના માઉન્ટ એલિજાબેથ હોસ્પિટલમાં તેનું મોત નિપજ્યું હતું, જ્યાં તેને વિશેષ સારવાર માટે મોકલવામાં આવી હતી.

delhi-gang-rape-new

આરોપીઓમાંથી એક વ્યક્તિએ દિલ્હીની તિહાડ જેલમાં આત્મહત્યા કરી લીધી હતી. જ્યારે આ કેસના એક માઇનોર આરોપીને જુવેનાઇલ જસ્ટિસ બોર્ડે 31 ઓગષ્ટ 2013ના રોજ ત્રણ વર્ષ માટે સુધાર ગૃહમાં મોકલી દિધો હતો. નિચલી કોર્ટે 13 ડિસેમ્બર 2013ના રોજ બાકીના ચાર આરોપીઓ મુકેશ (26), અક્ષય ઠાકુર (28), પવન ગુપ્તા (19) અને વિનય શર્મા (20)ને મોતની સજા સંભળાવી હતી અને પુષ્ટિ માટે કેસ હાઇકોર્ટને સોંપવામાં આવ્યો હતો.

English summary
The Delhi High Court on Thursday upheld the death sentence of four convicts in the December 16, 2012 gang-rape case.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X