For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્લી સરકારે બેઘર બાળકો માટે બોર્ડિંગ સ્કૂલ સ્થાપિત કરવા માટે 10 કરોડ રૂપિયા ફાળવ્યા

અરવિંદ કેજરીવાલની આગેવાનીવાળી દિલ્લી સરકારે પોતાના બજેટમાં સ્કૂલ સ્થાપિત કરવા માટે 10 કરોડ રૂપિયા ફાળવ્યા.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ અરવિંદ કેજરીવાલની આગેવાનીવાળી દિલ્લી સરકારે પોતાના બજેટમાં રસ્તાની બાજુમાં, ફૂટપાથ પર, ફ્લાયઑવર, રેલવે પ્લેટફૉર્મ, ખુલ્લા પૂજા સ્થળો અને આ રીતના બેઘર બાળકો માટે બોર્ડિંગ સ્કૂલો સ્થાપિત કરવા માટે 10 કરોડ રૂપિયા ફાળવ્યા છે. આ પહેલનો ઉદ્દેશ બાળકોને તેમના ઉજ્વળ ભવિષ્યને સુરક્ષિત કરવા માટે ભોજન, આશ્રય અને શિક્ષણ પ્રદાન કરવાનો છે. સેવ ધ ચિલ્ડ્રન નામની એક એનજીઓના 2018ના સર્વેક્ષણ અનુસાર રાષ્ટ્રીય રાજધાનીના રસ્તાઓ પર લગભગ 35,000-40,000 બેઘર કે દેખરેખ વિનાના બાળકો છે.

kejriwal

અમુક સરકારે ભીખ વિરોધી એક્ટ કર્યો પાસ

બેઘર અને ભીખ માંગતા બાળકો માટે બોર્ડિંગ સ્કૂલ સ્થાપિત કરવાને લઈને અરવિંદ કેજરીવાલે કહ્યુ કે અમુક સરકારોએ ભીખ-વિરોધી એક્ટ પાસ કર્યો કારણકે તેમનામાં માનવતાનો અભાવ હતો પરંતુ આ બજેટમાં અમે ટ્રાફિક સિગ્નલ પર ભીખ માંગતા અને નાચનારા આવારા બાળકો માટે 10 કરોડ રૂપિયાથી બોર્ડિંગ સ્કૂલ બનાવવાનો નિર્ણય કર્યો છે જ્યાં તેમની બધી જરુરિયાતોનુ ધ્યાન રાખવામાં આવશે. 2022-23 માટે રાજ્યના બજેટની ઘોષણા કરીને ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યુ કે, 'સરકારે આ બાળકોને પાયાનુ શિક્ષણ આપવા માટેના ઘણા ઉપાયો કર્યા છે. જો કે, આ ઉપાય માત્ર આંશિક રીતે સફળ રહ્યા છે.'

બેઘરોને મુખ્ય ધારામાં લાવવાની કોશિશ કરીશુ

તેમણે આગળ કહ્યુ કે, 'નાની ઉંમરમાં વંચિત, બેઘર બાળકોના ભવિષ્ય માટે દિલ્લી સરકારે આધુનિક સુવિધાઓ સાથએ એક બોર્ડિંગ સ્કૂલ સ્થાપિત કરવાનો નિર્ણય કર્યો છે. આ સ્કૂલ બાળકોને શિક્ષણ સાથે-સાથે રહેવાની પણ સુવિધા આપશે અને કોશિશ કરશે કે તેમને સમાજની મુખ્યધારામાં લાવવામાં આવે.'

બાળકોને ભાવનાત્મક અને મનોવૈજ્ઞાનિક સમર્થનની જરુર

બેઘર બાળકોને અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની સરકારની પહેલ વિશે બોલતા સીએમ કેજરીવાલે કહ્યુ કે બાળકોને ભાવનાત્મક અને મનોવૈજ્ઞાનિક સમર્થનની જરુર છે. કેજરીવાલે કહ્યુ કે આ બાળકોના પુનર્વાસની ગઈ બધી પહેલ બેકાર થઈ ગઈ કારણકે તેમાં માનવતાનો સ્પર્ષ નહોતો. તેમણે કહ્યુ કે સિસોદિયાએ આગલા નાણાકીય વર્ષ માટે શિક્ષણ માટે 16,278 કરોડ રૂપિયા ફાળવ્યા છે. ગયા વર્ષોની જેમ, આ ક્ષેત્રના બજેટને 21.47 ટકા અથવા શેરનો હિસ્સો મળ્યો છે.

English summary
Delhi government allocates Rs 10 crore to set up boarding schools for homeless children
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X