For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Delhi MCD Exit Poll : AAP ના ઝાડુથી સાફ થઇ જશે BJP, એક્ઝિટ પોલમાં સામે આવ્યા આંકડા

Delhi MCD Exit Poll : દિલ્હી નગર નિગમની ચૂંટણી પરિણામના એક્ઝિટ પોલના આંકડા સામે આવી રહી છે. આ આંકડાઓએ દિલ્હી ભાજપની ઉંઘ હરામ થઇ ગઇ છે. આ સાથે આમ આદમી પાર્ટીમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

|
Google Oneindia Gujarati News

Delhi MCD Exit Poll : દિલ્હી નગર નિગમની ચૂંટણી પરિણામના એક્ઝિટ પોલના આંકડા સામે આવી રહી છે. આ આંકડાઓએ દિલ્હી ભાજપની ઉંઘ હરામ થઇ ગઇ છે. આ સાથે આમ આદમી પાર્ટીમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ એક્ઝિટ પોલમાં આમ આદમી પાર્ટીને 149-171 બેઠક મળી શકે છે. આ સાથે ભાજપને માત્ર 69-91 બેઠકો મળી શકે છે. આ સાથે કોંગ્રેસને 3-7 બેઠક મળી શકે છે. આ ઉપરાંત 5-9 સીટો અન્યને મળી શકે છે.

Delhi MCD Exit Poll

દિલ્હી એક્ઝિટ પોલના પરિણામો પર ભારતીય જનતા પાર્ટીના નેતા મનોજ તિવારીએ જણાવ્યું હતું કે, જો એક્ઝિટ પોલ બતાવી રહ્યા છે, તેમ જો તે સાચુ નીકળશે તો આમ આદમી પાર્ટીની ડબલ એન્જિન સરકાર હશે. જ્યારે આ લોકો દારૂની દુકાનો ખોલવા માંગતા હતા, ત્યારે MCDએ મંજૂરી આપી ન હતી. હું માનું છું કે, અમે એક્ઝિટ પોલ પર વિશ્વાસ નથી કરતા, અમે વાસ્તવિક પરિણામોની રાહ જોઈશું.

કોંગ્રેસના પ્રવક્તા આલોગ શર્માએ જણાવ્યું હતું કે, 2007માં કોંગ્રેસના ધારાસભ્યોએ જે રીતે કોર્પોરેટરોને હરાવ્યા હતા, તે પછીથી જ પાર્ટીની

સમસ્યાઓ શરૂ થઈ હતી. શીલાજીના ગયા પછી દિલ્હીમાં અમારી મુશ્કેલીઓ વધી ગઈ છે. આલોક શર્માએ કહ્યું કે, હું સંમત છું કે દિલ્હીમાં

અમારી પાર્ટીએ ઘણી ભૂલો કરી છે, જેના કારણે અમારી હાલત દયનીય છે.

ચૂંટણી પ્રચારમાં આમ આદમી પાર્ટીએ જે રીતે AAP ના MLA, AAP ના કાઉન્સિલર પોસ્ટર લગાવ્યા હતા, તેની અસર ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના પક્ષમાં જતી જોવા મળી રહી છે. જોકે, ભારતીય જનતા પાર્ટીના નેતા મનોજ તિવારીએ જણાવ્યું હતું કે, આ કહેવાથી AAPના ધારાસભ્ય તાહિર હુસૈન યાદ આવે છે. તેથી જ આ સૂત્ર યોગ્ય નથી લાગતું. હવે જોવાનું એ રહે છે કે, શું દિલ્હીમાં MCD ચૂંટણીમાં AAP મોટો ફરક પાડશે કે, ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી સત્તામાં વાપસી કરશે.

દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની વાત કરીએ તો 4 ડિસેમ્બરના રોજ મતદાન થયું હતું. જેમાં કુલ 1349 ઉમેદવારો મેદાનમાં હતા. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, MCD ચૂંટણીમાં કુલ મતદાન 50 ટકા હતું. જોકે, છેલ્લી બે ચૂંટણીની સરખામણીએ આ ચૂંટણીમાં મતદાન ઓછું થયું હતું. એમસીડીમાં કુલ 250 કાઉન્સિલરોની ચૂંટણી માટે મતદાન થયું હતું, એમસીડીના મતોની ગણતરી 7 ડિસેમ્બરના રોજ થશે.

English summary
Delhi MCD Exit Poll : AAP will win MCD election 2022, the figures revealed in the exit poll
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X