For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Delhi MCD Results 2022 : મનીષ સિસોદિયાએ બીજેપી પાર્ષદોને ખરીદવાના પ્રયાસ કરતી હોવાનો આરોપ લગાવ્યો

દિલ્હી મહાનગરપાલિકાની ચૂંટણી પુરી થયા બાદ હવે આમ આદમી પાર્ટી સત્તા પર બેસવાની તૈયારી કરી રહી છે ત્યારે હવે એ સમાચાર આવ્યા છે જેની રાહ જોવાતી હતી.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : દિલ્હી મહાનગરપાલિકાની ચૂંટણી પુરી થયા બાદ હવે આમ આદમી પાર્ટી સત્તા પર બેસવાની તૈયારી કરી રહી છે ત્યારે હવે એ સમાચાર આવ્યા છે જેની રાહ જોવાતી હતી. આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ બીજેપી પર પાર્ષદોને ખરીદવાના પ્રયાસ કરવાન આરોપ લગાવ્યો છે.

manish sisodia

મનીષ સિસોદિયાએ ગંભીર આરોપો લગાવતા ટ્વિટ કર્યુ અને લખ્યુ કે, બીજેપીનો ખેલ શરૂ થઈ ગયો છે. અમારા નવા ચૂંટાયેલા કોર્પોરેટરોને ફોન આવવા લાગ્યા છે. અમારા કાઉન્સિલરને વેચાશે નહીં. અમે તમામ કાઉન્સિલરોને કહી દીધુ છે કે કોલ કે મુલાકાત કરો તો રેકોર્ડ કરો.

અહીં તમને જણાવી દઈએ કે, બીજેપીને 15 વર્ષની સત્તા છોડાવીને આમ આદમી પાર્ટીએ દિલ્હી મહાનગરપાલિકા પર કબ્જો કર્યો છે. અહીં આમ આદમી પાર્ટીએ 250 સીટો ધરાવતી મહાનગરપાલિકામાં 134 સીટો જીતી છે અને બીજેપીએ 104 સીટોથી સંતોષ કરવો પડ્યો છે.

મનીષ સિસોદિયાના આરોપને ખોટા ગણાવતા બીજેપી નેતા આદેશ ગુપ્તાએ કહ્યું કે, મનીષ સિસોદિયા આટલા કેમ ગભરાય છે? આવા લોકોને કંઈ કહેવાનું નથી. ભાજપ પોતાની તાકાતમાં માને છે. અમારા કોર્પોરેશનના કાઉન્સિલરો જીત્યા છે, તેમણે વધુ સારું કામ કરવું જોઈએ. દિલ્હીની જનતાનો આભાર. કોર્પોરેશનના તમામ કાઉન્સિલરો જીત્યા છે તે સારી કામગીરી કરશે. અમે મજબૂત વિપક્ષની ભૂમિકા ભજવવાનું કામ કરીશું. અમે જે કામ કર્યું હતું તે કરવાનું ચાલુ રાખીશું. ભાજપના આ સંકલ્પને કોઈ શક્તિ રોકી શકશે નહીં. અમને 40% મત મળ્યા છે.

અહીં તમને જણાવી દઈએ કે આમ આદમી પાર્ટીની જીત છત્તા પણ બીજેપી મેયર પદની રેસમાં હોવાનો દાવો કરી રહી છે. ચંદિગઢમાં પણ આમ આદમી પાર્ટી બહુમતીમાં હોવા છત્તા પણ બીજેપીનો મેયર છે.

English summary
Delhi MCD Results 2022 : Manish Sisodia accuses BJP of trying to buy Parshads
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X