For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

BJPની ઓફિસ પર થઇ શકે છે હુમલો, દિલ્હી-મુંબઇમાં એલર્ટ જાહેર

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

delhi-police
નવી દિલ્હી, 20 જૂન: ઇરાકમાં ચાલુ આતંકી હિંસાની અસર હવે ભારત પર પણ પડવા લાગી છે. ઇરાકમાં બેલગામમાં થઇ રહેલી હિંસાની અસર ભારતના મુખ્ય શહેરો પર પડી શકે છે. એનઆઇએએ દેશની સુરક્ષાને ધ્યાનમાં રાખતાં એલર્ટ જાહેર કરી દિધું છે. એનઆઇએએ મહારાષ્ટ્ર અને દિલ્હી પોલીસને પત્ર લખીને આતંકવાદી હુમલાની ચેતાવણી આપી છે.

તપાસ એજન્સીએ કહ્યું કે હૈદર અલી ઉર્ફ બ્લેક બ્યૂટી સહિત ઇન્ડિયન મુજાહિદ્દીનના કેટલાક આતંકવાદીઓએ ગત એપ્રિલમાં મહરાષ્ટ્ર અને દિલ્હીના વિભિન્ન સ્થળોની રેકી કરી છે. એવામાં મોકાની શોધમાં બેઠેલા આતંકવાદી દિલ્હી અને મુંબઇમાં હુમલા કરી શકે છે. એનઆઇએની ચેતાવણી અનુસાર દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની ઓફિસ પર આતંકી હુમલો થઇ શકે છે.

આ ઉપરાંત દિલ્હીના લોટ્સ ટેમ્પલ, કુતુબ મીનાર અને આનંદ વિહાર બસ ટર્મિનલ સહિત ઘણા સ્થળો આતંકીઓના હિટ લિસ્ટમાં છે. આ સ્થળો પર આતંકીઓએ રેકી કરી હતી. એનઆઇએની ચેતાવણી બાદ દિલ્હી પોલીસ સર્તક થઇ ગઇ છે.

English summary
The National Investigating Agency (NIA) has issued alerts about suspected terror attacks in the national capital Delhi and the country's economic Mumbai
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X