For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હી પોલીસની બેદરકારીના લીધે બદનામ થઇ વિદ્યાર્થિની

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 12 જુલાઇ: વિથ યૂ, ફોર યૂ ઓલવેઝ (With you, For you, Always) નો દાવો કરનારી દિલ્હી પોલીસના દામન પર આમ તો કેટલાય દાગ લાગેલા છે પરંતુ આ વખતે પોલીસની જે બેદરકારી સામે આવી છે તેને એક વિદ્યાર્થિની બદનામ કરી દિધી છે. દિલ્હી પોલીસની બેદકારીએ વિદ્યાર્થીની અને તેના પરિવારજનોનું જીવવું મુશ્કેલ કરી દિધું છે. આ કિસ્સો પશ્વિમી દિલ્હીના મુંડકા પોલીસ સ્ટેશનનો છે. અહીં રહેનાર 10મા ધોરણની ગત 13 મેના રોજ અચાનક ગાયબ થઇ ગઇ હતી. પરેશાન પરિવારજનોએ આ અંગે મુંડકા પોલીસ સ્ટેશનને સૂચના આપી હતી અને ગુમ થયાની ફરિયાદ દાખલ કરાવી હતી.

ઠીક 3 દિવસ બાદ એટલે કે 16 મેના રોજ છોકરી પરત ફરી આવી. જાણવા મળ્યું હતું કે તે પડોશીના પરિવાર સાથે લગ્નમાં ચાલી ગઇ હતી. પરિવારજનોએ આ વાતની સૂચના મુંડકા પોલીસ સ્ટેશનમાં આપી ત્યારબાદ બીજા દિવસે વિદ્યાર્થિની અને તેના પરિવારજનોને પોલીસ તીસ હજારી કોર્ટમાં લઇ ગઇ હતી. સુનાવણી અને નિવેદનો બાદ કોર્ટના આદેશ પર આ કિસ્સાને ખતમ કરી દિધો. બધુ જ બરાબર ચાલી રહ્યું હતું પરંતુ અચાનક 2 મહિના બાદ એટલે કે 11 જુલાઇના રોજ એક મોટા દૈનિક હિન્દી સમાચાર પત્રને જોઇને પરિવારવાળાઓના પગમાંથી જમીન સરકી પડી.

delhi-police-negligence

આ સમાચારમાં તેમની પુત્રીનો ફોટા સાથે-સાથે આખા પરિવારની જાણકારી હતી જેમાં વિદ્યાર્થીને ગુમ બતાવતાં મુંડકા પોલીસ મથક દ્વારા તેના વિશે માહિતી માંગવામાં આવી હતી. વિદ્યાર્થિનીના પિતાનું કહેવું છે કે કેસ કોર્ટમાં ખતમ થઇ ગયો છે અને હવે તે સમાચારપત્રમાં છપાયું છે કે તે ગુમ છે. વિદ્યાર્થિનીના પિતાનું કહેવું છે કે સ્કૂલના લોકો તથા સંબંધીઓએ ફોન કરવાનું શરૂ કરી દિધું છે. તેમનું કહેવું છે કે દોષી પોલીસવાળાઓ પર કડક કાર્યવાહી કરવામાં આવશે. દિલ્હી પોલીસના બેદરકારીભર્યા વલણના કારણે છોકરી અને તેમનો પરિવાર બદનામ થઇ ગયો છે.

English summary
Delhi Police brought shame to a 10th Class girl Student and her family.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X