દિલ્હી: બાળકીઓને બંધક બનાવનાર સ્કૂલ સામે એફઆઈઆર

રાજધાની દિલ્હીમાં એક પ્રાઇવેટ સ્કૂલની શર્મસાર કરતી ઘટના સામે આવી છે. દિલ્હીની એક પ્રાઇવેટ ગર્લ્સ સ્કૂલે પોતાના સ્કૂલમાં અભ્યાસ કરતી 59 છોકરીઓને એટલા માટે બંધક બનાવી કારણકે તેમને સ્કૂલ ફી ભરી ના હતી

રાજધાની દિલ્હીમાં એક પ્રાઇવેટ સ્કૂલની શર્મસાર કરતી ઘટના સામે આવી છે. દિલ્હીની એક પ્રાઇવેટ ગર્લ્સ સ્કૂલે પોતાના સ્કૂલમાં અભ્યાસ કરતી 59 છોકરીઓને એટલા માટે બંધક બનાવી કારણકે તેમને સ્કૂલ ફી ભરી ના હતી. સ્કૂલ ઘ્વારા કરવામાં આવેલી શર્મનાક હરકત પછી દિલ્હી સરકારે તરત એક્શન લીધા. દિલ્હીના ઉપ-મુખ્યમંત્રી મનીષ સીસોદીયા ઘ્વારા સ્કૂલ પ્રશાશન વિરુદ્ધ સખત પગલાં લેવા માટે કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા.

રાબિયા ગર્લ્સ સ્કૂલનો મામલો જ્યાં 59 બાળકીઓને બંધક બનાવી

દિલ્હીના ઉપ-મુખ્યમંત્રી મનીષ સીસોદીયા ઘ્વારા ટવિટ કરીને જણાવવામાં આવ્યું કે આ ઘટનાથી તેઓ પણ હેરાન છે અને સ્કૂલ પ્રશાશન વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે આદેશ પણ આપ્યા છે. ચાંદની ચોકમાં આવેલી રાબિયા ગર્લ્સ સ્કૂલની આ કરતૂત થી બધા જ હેરાન છે. બાળકીઓના પરિવારમાં આ મામલે ગુસ્સો પણ દેખાઈ રહ્યો છે. આ ખબર પછી તે વિસ્તારના મંત્રી અને સાંસદ પણ સ્કૂલે પહોંચી ગયા. સ્કૂલ બહાર પરિવારના લોકોએ જોરદાર હંગામો કર્યો.

સ્કૂલ વિરુદ્ધ કેસ નોંધાયો

સ્કૂલ વિરુદ્ધ કેસ નોંધાયો

એક સ્કૂલ ટીચર અનુસાર મહિનાની 30 તારીખે ફી જમા થવી જોઈએ. જો બાળકીઓ સમયસર પૈસા જમા નહીં કરાવે તો તેમને ક્લાસમાં આવવાની પરવાનગી આપવામાં આવતી નથી. આ મામલે સ્કૂલ વિરુદ્ધ એફઆઈઆર નોંધાવવામાં આવી છે અને કિશોર ન્યાય અધિનિયમ હેઠળ તેની તપાસ કરવામાં આવશે.

છોકરીઓ ભોંયરામાં લૉક કરવામાં આવી હતી

છોકરીઓ ભોંયરામાં લૉક કરવામાં આવી હતી

આપણે જણાવી દઈએ કે રાબિયા ગર્લ્સ સ્કૂલના વાલીઓ ઘ્વારા સમયસર પૈસા નહીં ચુકાવવાને કારણે કેજી અને નર્સરીની બાળકીઓને ભોંયરામાં લૉક કરવામાં આવી હતી. બાળકીઓ ઘ્વારા જયારે ઘરે આવીને આ ઘટના વિશે માતાપિતાને જણાવ્યું, ત્યારે દિલ્હી પોલીસે માતાપિતાની ફરિયાદ પર માસૂમ બાળકીઓ સાથે ક્રૂરતા અને ખોટી રીતે તેમને સ્કૂલના ભોંયરામાં 5 કલાક સુધી બંધ કરવા માટે કેસ નોંધવામાં આવ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X