For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

MCD Election 2022 : મતદાન માટે દિલ્હી તૈયાર, જાણો ચૂંટણી સાથે જોડાયેલી તમામ બાબતો!

દિલ્હી એમસીડી ચૂંટણી માટે તૈયાર છે. દિલ્હીના 250 વોર્ડના મતદાઓ મતદાન માટે તૈયાર છે અને ઈલેક્શન કમિશને પુર્ણ તૈયારીઓ કરી લીધી છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટી, બીજેપી અને કોંગ્રેસ મેદાનમાં છે ત્યારે હવે સવારથી મતદાન શરૂ થશે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : દિલ્હી એમસીડી ચૂંટણી માટે તૈયાર છે. દિલ્હીના 250 વોર્ડના મતદાઓ મતદાન માટે તૈયાર છે અને ઈલેક્શન કમિશને પુર્ણ તૈયારીઓ કરી લીધી છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટી, બીજેપી અને કોંગ્રેસ મેદાનમાં છે ત્યારે હવે સવારથી મતદાન શરૂ થશે.

Delhi

દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને બીજેપી વચ્ચે મોટો મુકાબલો જોવા મળી રહ્યો છે ત્યારે 1.45 કરોડ મતદાતા તેના મતનો ઉપયોગ કરશે. આ ચૂંટણી માટે તમામ પાર્ટીના 1349 ઉમેદવારો મેદાનમાં છે. હવે મતદાતાઓ સવારે 8 થી 5 વાગ્યા સુધી પોતાના મતનો ઉપયોગ કરશે.

આંકડા પર નજર કરીએ તો, દિલ્હીમાં કુલ 1,45,05,358 મતદારો છે, જેમાંથી 78,93,418 પુરૂષ અને 66,10,879 મહિલા અને 1,061 ટ્રાન્સજેન્ડર છે. દિલ્હીની ઉત્તર, દક્ષિણ અને પૂર્વ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનને એક કરી MCDની રચના બાદ આ પહેલી ચૂંટણી છે.

દિલ્હી MCDની સ્થાપના 1958માં થઈ હતી. 2012માં તત્કાલિન મુખ્યમંત્રી શીલા દીક્ષિતના કાર્યકાળ દરમિયાન, તેને ઉત્તર, દક્ષિણ અને પૂર્વ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન એમ ત્રણ ભાગોમાં વહેંચવામાં આવ્યું હતું. હવે આ વર્ષે ફરી ત્રણેયને એક કરાયા છે. રાજ્ય ચૂંટણી કમિશનર વિજય દેવ દ્વારા 4 નવેમ્બરે MCD ચૂંટણીની તારીખની જાહેરાત સાથે દિલ્હીમાં તાત્કાલિક અસરથી આદર્શ આચારસંહિતા અમલમાં લાવી દેવાઈ હતી.

ચૂંટણી પંચે કહ્યું કે, સુચારૂ મતદાન માટે સંપૂર્ણ વ્યવસ્થા કરાઈ છે. દિલ્હીમાં ફેબ્રુઆરી 2020ના રમખાણો પછી મ્યુનિસિપલ કોર્પોરેશનની આ પ્રથમ ચૂંટણી છે અને અધિકારીઓ દ્વારા શેર કરાયેલ ડેટા અનુસાર, 493 સ્થળોએ 3360 બૂથને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે. લગભગ 40,000 પોલીસ કર્મચારીઓ, 20,000 હોમગાર્ડ્સ અને અર્ધલશ્કરી અને રાજ્ય સશસ્ત્ર પોલીસ દળોની 108 કંપનીઓ એમસીડી ચૂંટણીના સરળ સંચાલન માટે તૈનાત કરવામાં આવશે.

English summary
Delhi ready for voting, know everything related to elections!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X