For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Delhi Weekend Curfew: દિલ્લીમાં 56 કલાકનો વીકેન્ડ કર્ફ્યુ લાગુ, જાણો શું છે ગાઈડલાઈન

કોરોના વાયરસના સતત કેસોના કારણે દિલ્લીમાં ગઈ કાલે રાતથી એક વાર ફરીથી વીકેન્ડ કરફ્યુ શરુ થઈ ગયો છે. જાણો ગાઈડલાઈન્સ.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દિલ્લીમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 17335 નવા કેસ સામે આવ્યા છે અને સંક્રમણનો દર 17.73 ટકા સુધી પહોંચી ગયો છે. આ જાનલેવા વાયરસથી 9 મોત પણ થયા છે. વળી, સક્રિય કેસ વધીને 39873 થઈ ગયા છે. આ દરમિયાન કોરોના વાયરસના સતત કેસોના કારણે દિલ્લીમાં ગઈ કાલે રાતથી એક વાર ફરીથી વીકેન્ડ કરફ્યુ શરુ થઈ ગયો છે. આ કર્ફ્યુ શુક્રવારે રાતે 10 વાગ્યાથી સોમવાર સવારે 5 વાગ્યા સુધી લાગુ રહેશે. આ દરમિયાન લોકોને કારણ વિના બહાર નીકળવાની મંજૂરી નથી.

delhi curfew

દિલ્લીમાં લાગુ વીકેન્ડ કર્ફ્યુ હેઠળ ઘણા પ્રતિબંધો મૂકવામાં આવ્યા છે. જો કે જરુરી કામ સાથે જોડાયેલા અમુક લોકોને બહાર જવા માટે અમુક છૂટછાટ પણ આપવામાં આવી છે. દિલ્લી સરકારે વીકેન્ડ કરફ્યુ દરમિયાન જરુરી વસ્તુઓ અને સેવાઓ પૂરી પાડતા અમુક લોકોને યોગ્ય ઓળખપત્ર બતાવીને બહાર જવાની છૂટ આપી છે. વળી, જે લોકોને આ બે દિવસમાં કોઈ ઈમરજન્સી કામ આવે તેમને દિલ્લીની ડીએમ ઑફિસમાં ઈ પાસ આપવામાં આવશે ત્યારે તેમને ઘરની બહાર નીકળવાની મંજૂરી મળશે. જેના માટે દિલ્લી સરકારની વેબસાઈટ www.delhi.gov.in પર અપ્લાય કરવાનુ રહેશે.

દિલ્લીમાં વીકેન્ડ કરફ્યુ દરમિયાન આ લોકોને મળશે છૂટ

1. જરુરી અને ઈમરજન્સી સેવાઓમાં શામેલ અધિકારીઓ અને કર્મચારીઓ કરફ્યુ દરમિયાન પોતાનુ વેલિડ આઈડી બતાવીને વીકેન્ડ અને નાઈટ કર્ફ્યુમાં છૂટ આપવામાં આવશે.
2. ભારત સરકાર, તેને આધીન કાર્યાલયો અને સાર્વજનિક ઉપક્રમોના અધિકારીઓ પણ પોતાનુ આઈડી કાર્ડ બતાવીને યાત્ર કરી શકશે.
3. સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ અને દિલ્લીના બધી અદાલતોના સ્ટાફના સભ્યો સાથે વકીલ પોતાનુ યોગ્ય આઈડી કે અદાલત પ્રશાસન તરફથી જાહેર કરવામાં આવેલ મંજૂરી પત્ર બતાવીને ઘરની બહાર નીકળી શકશે.
4. દિલ્લીમાં બીજા દેશોના રાજનાયિકોના કાર્યાલયોમાં સેવા આપનાર અધિકારીઓ અને કર્મચારીઓને પણ છૂટ મળશે.
5. બધા આરોગ્યકર્મી જેવા કે ડૉક્ટર, નર્સિંગ સ્ટાફ, પેરામેડિક્સ અને અન્ય હોસ્પિટ સેવાઓ જેવી કે ડાયગ્નોસ્ટિક સેન્ટર, લેબ, ક્લીનિક, ફાર્મસી, ફાર્માસ્યુટીકલ કંપનીઓ, મેડિકલ ઑક્સિજન પૂરો પાડનાર સાથે જોડાયેલ સ્ટાફને આઈડી કાર્ડ બતાવવા પર જવા દેવામાં આવશે.
7. યોગ્ય ઓળખપત્ર અને ડૉક્ટરના પ્રિસ્ક્રીપ્શન પર અટેન્ડર સાથે ગર્ભવતી મહિલાઓ અને અન્ય રોગીઓને પણ આરોગ્ય સેવાઓ માટે જવાની અનુમતિ હશે.
8. એરપોર્ટ, રેલવે સ્ટેશનો, આંતર રાજ્ય બસ ટર્મિનસથી આવતા કે જતા મુસાફરોને ટિકિટ બતાવવા પર યાત્રાની અનુમતિ છે.
9. યોગ્ય આઈડી કાર્ડ બતાવવા પર ઈલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના મીડિયાકર્મીઓને આવવા-જવાની અનુમતિ રહેશે.
10. છાત્રોને પરીક્ષામાં બેસવા અને પરીક્ષા ફરજમાં તૈનાત સ્ટાફને ઓળખ, પ્રવેશપત્ર બતાવવા પર જવા દેવામાં આવશે.
11. લગ્ન કાર્ડની સૉફ્ટ કે હાર્ડ કૉપી બતાવવા પર 20 વ્યક્તિઓને લગ્ન સંબંધી સમારંભ માટે આવવા-જવાની મંજૂરી.

આ ઉપરાંત વિજળી કામ કરનાર મિસ્ત્રી, કાર્પેન્ટર, વૉટર સપ્લાય જેવી સેવાઓ આપતા ખાનગી કામદારો માટે ઈ પાસ અપાશે. ન્યૂઝપેપર્સ હૉકર્સ, આઈટી સર્વિસ અને બેંકના કર્મચારીઓને પણ કર્ફ્યુવાળા દિવસો માટે ડીએમ ઑફિસમાંથી મંજૂરી લેવી પડશે. ફળ અને શાકભાજી, દૂધ, દવાઓ અને મેડિકલ ઉપકરણો પૂરા પાડનારાઓએ પણ સંબંધિત ડીએમ ઑફિસમાંથી ઈ પાસ બનાવવો પડશે. ઘરોમાં કામ કરતા રસોઈયા, માળી, સફાઈવાળા વગેરે માટે વીકેન્ડમાં કોઈ છૂટ નથી.

English summary
Delhi Weekend Curfew: 56 hrs Weekend curfew starts in Delhi, Know the new guidelines.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X