દિલ્હીમાં સરકાર નહી બનાવે ભાજપ, ફરી યોજાશે વિધાનસભા ચૂંટણી

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 15 એપ્રિલ: દિલ્હીમાં ભલે યોજાઇ ગઇ હોય, પરંતુ હવે ફરી એકવાર ચૂંટણીના પડઘમ સંભળાઇ રહ્યાં છે. ભાજપ હવે મન બનાવી ચૂકી છે કે દિલ્હીમાં તે સરકાર બનાવવાનો દાવો રજૂ નહી કરે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપ સુપ્રીમ કોર્ટમાં 17 એપ્રિલના રોજ પોતાનું વલણ સ્પષ્ટ કરશે. એટલે કે દિલ્હીમાં હવે વિધાનસભાની ચૂંટણી નક્કી છે. દિલ્હીમાં સૌથી મોટી ભાજપ પણ ફરીથી ચૂંટણી કરાવવાના પક્ષમાં નજર આવી રહી છે.

દિલ્હી ભાજપના અધ્યક્ષ ડૉ. હર્ષવર્ધને કહ્યું હતું કે 'અમે ચૂંટણી માટે તૈયાર છીએ જોડતોડથી સરકાર બનાવવા માંગતા નથી, અમે શરૂઆતથી જ કહેતા આવ્યા છીએ. હવે ચૂંટણી યોજાઇ કે નહી તે ભારતના રાષ્ટ્રપતિ, ઉપરાજ્યપાલ અથવા વર્તમાન સ્થિતીમાં દેશની સુપ્રિમ કોર્ટે નક્કી કરવાનું છે.

હર્ષવર્ધન ભલે ખુલીને બોલી ન રહ્યાં હોય, પરંતુ ઇશારો સ્પષ્ટ છે કે તે સરકાર બનાવવાની સ્થિતીમાં નથી. ઇશારો એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે 17 એપ્રિલના રોજ ભાજપ, સુપ્રીમ કોર્ટ સમક્ષ સરકાર બનાવવાને લઇને પોતાનું વલણ સ્પષ્ટ કરશે.

vote

સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપ સુપ્રીમ કોર્ટને પણ બતાવવાની છે કે તેની પાસે સરકાર બનાવવા લાયક સંખ્યા નથી. ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર સહિત ત્રણ હાલના ધારાસભ્ય લોકસભાની ચૂંટણી લડી ચૂક્યાં છે. ત્રણેય જીતી જાય છે, ત્યારે ભાજપના ધારાસભ્યોની સંખ્યા 32 થી 29 પર પહોંચી જશે.

28 ધારાસભ્યોવાળી આમ આદમી પાર્ટી પહેલાં જ દિલ્હીમાં ફરીથી ચૂંટણી કરાવવા માટે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવી ચૂકી છે. કોંગ્રેસની પાસે ફક્ત 8 ધારાસભ્ય છે અને તે સરકાર બનાવવાની દોડમાં સ્વાભાવિક રીતે બહાર આવ્યા છે.

જો કે ભાજપની રણનીતિ લોકસભા ચૂંટણીના પરિણામોથી નક્કી થશે. પરંતુ પાર્ટીના સૂત્રોના અનુસાર કેન્દ્રમાં સરકાર બનાવ્યા પછી પણ ભાજપ માટે ફરીથી ચૂંટણી કરાવવાથી ફાયદો નજર આવી રહ્યો છે.

English summary
Sources said the party is likely to apprise the Supreme Court that the possibility of a “secular government” being formed in Delhi now looks bleak and thus it was not averse to the idea of re-election in the Capital.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X