For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તમારી માતાએ દેશ વેચ્યો હતો? - સ્મૃતિ ઇરાનીએ આપ્યો રાહુલ ગાંધીને જવાબ

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકારના રાષ્ટ્રીય મુદ્રીકરણ પાઇપલાઇન (NMP) કાર્યક્રમ બાબતે આકરી ટીકા કરી હતી. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, નાણાં મંત્રીએ 70 વર્ષમાં દેશે જે મુડી બનાવી હતી, તેને વેચી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકારના રાષ્ટ્રીય મુદ્રીકરણ પાઇપલાઇન (NMP) કાર્યક્રમ બાબતે આકરી ટીકા કરી હતી. મંગળવારના રોજ પત્રકાર પરિષદમાં મીડિયા સાથે વાતચીત કરતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદી અને ભાજપનું સૂત્ર હતું કે '70 વર્ષમાં કશું થયું નથી' અને 23 ઓગસ્ટના રોજ નાણાં મંત્રીએ 70 વર્ષમાં દેશે જે મુડી બનાવી હતી, તેને વેચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, એટલે કે વડાપ્રધાને બધું વેચી દીધું છે. હવે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીના આ નિવેદનનો જવાબ આપ્યો છે.

Smriti Irani

સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીની ટીકા કરતા જણાવ્યું કે, જો રાહુલ ગાંધીને મુદ્રીકરણમાં કોઈ સમસ્યા હોય તો તેમણે સમજાવવાની જરૂર છે કે, શું રાહુલ ગાંધીનો આરોપ છે કે, જે સરકાર તેમની માતાજી ચલાવી રહી હતી, તે દેશ વેચી રહી હતી. કોંગ્રેસની સરકાર હેઠળ મુંબઈ-પુણે એક્સપ્રેસ વેના મુદ્રીકરણ પછી રૂપિયા 8000 કરોડ એકત્ર કર્યા હતા. શું તેમની પાર્ટી દેશ વેચી રહી હતી? તેમની માતા દેશ વેચી રહી હતી.

સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું હતું કે, વર્ષ 2008માં નવી દિલ્હી રેલવે સ્ટેશનના સંદર્ભમાં આરએફપીની જાહેરાત કરવામાં આવી હતી, જ્યારે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી. શું રાહુલ ગાંધીનો આરોપ છે કે, જે સરકાર તેમની માતાના નેતૃત્વમાં હતી, તે સરકાર દેશને વેચી રહી હતી. બીજી તરફ રાહુલ ગાંધી પર પ્રહાર કરતા ઈરાનીએ કહ્યું કે, જે સરકારે રાષ્ટ્રની તિજોરીને પારદર્શિતાથી ભરવાનું કામ કર્યું અને તેને કોંગ્રેસના લૂંટારાઓથી બચાવ્યુ છે, તેવી સરકારને રોકવાનો પ્રયાસ રાહુલ ગાંધી કરી રહ્યા છે.

આ સાથે સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું કે, નાણામંત્રીએ સોમવારના રોજ કરેલી જાહેરાતમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે, સરકાર પોતાની માલિકી જાળવી રાખશે અને દેખરેખની પ્રક્રિયામાં સરકારની માલિકી જાળવવા સાથે એ પણ ચિહ્નિત કરવામાં આવ્યું હતું કે, તમામ રાજ્યો આ પ્રક્રિયા માટે તેમના નોડલ અધિકારીઓ જાહેર કરશે.

English summary
Criticizing Rahul Gandhi, Smriti Irani said that if Rahul Gandhi had a problem with monetization, he needed to explain whether Rahul Gandhi was alleging that the government which was running his Mataji was selling the country.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X