20 એપ્રિલ બાદ 6 તબક્કામાં યોજાઇ શકે છે લોકસભાની ચૂંટણી

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 19 ફેબ્રુઆરી: સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી લોકસભાની ચૂંટણી છ તબક્કામાં એપ્રિલ-મે મહિનામાં યોજાઇ શકે છે. માનવામાં આવે છે કે 20 એપ્રિલ બાદ લોકસભાની ચૂંટણી શરૂ થઇ શકે છે. જો કે રામનવમી, બૈસાખી, બિહૂ અને ગુડ ફ્રાઇડેની રજાઓના લીધે ચૂંટણી પંચ 20 એપ્રિલ બાદ લોકસભાની ચૂંટણી કરાવવાની યોજના બનાવી રહી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર માર્ચના પહેલાં અઠવાડિયા એટલે કે 10 માર્ચ સુધી ચૂંટણીની તારીખોની જાહેરાત થઇ શકે છે. એટલે કે તેનો અર્થ છે કે 20 એપ્રિલ પછી 15 મે સુધી 6 તબક્કામાં ચૂંટણી સંપન્ન કરાવવામાં આવી શકે છે.

ec

એક અંગ્રેજી સમાચાર પત્રના અનુસાર ચૂંટણી પ્રક્રિયા 15 મે સુધી પુરી થવાની સંભાવના છે. વર્તમાન લોકસભાનો કાર્યકાળ 31 મેના રોજ સમાપ્ત થઇ રહ્યો છે ત્યાં સુધી નવી સરકારનું ગઠન થઇ જશે. ચૂંટણીની જાહેરાત થતાં જ આદર્શ આચાર સંહિતા લાગૂ થઇ જશે. 1 જૂનથી પહેલાં કેન્દ્રમાં નવી સરકારનું નિર્માણ સંવૈધાનિક રીતે થઇ જવું જોઇએ.

અત્રે ઉલ્લેખનીય છે આ વખતે લોકસભાની ચૂંટણી દરમિયાન લગભગ એક લાખ 20 હજાર જવાનોને સુરક્ષામાં લગાવવામાં આવશે. આ વખતે ચૂંટણીમાં કુલ 81 કરોડ 40 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે, જે 2009માં ગત લોકસભા ચૂંટણી કરતાં 9 કરોડ 70 લાખ વધુ છે.

English summary
The Election Commission, which is now in the final stages of drawing up the general election schedule, is looking at the first week of March to announce polls to Lok Sabha and state assemblies of Andhra Pradesh, Odisha and Sikkim.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.