For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લાલબત્તી પર સુપ્રીમ કોર્ટની લાલ આંખ, ખતમ કરો લાલબત્તીનું કલ્ચર

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

supreme-court
નવી દિલ્હી, 4 એપ્રિલ: પોતાના સ્ટેટસ સિમ્બોલ તરીકે વાહનોમાં લાલબત્તી અને સાયરનનો દુરઉપયોગ પર ચિંતા વ્યક્ત કરતાં સુપ્રિમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને ફટકાર લગાવી છે. કોર્ટે સરકારને તેના નિયમો પર પુનવિચાર કરવાનું સૂચન આપ્યું છે. સુપ્રિમ કોર્ટે દિલ્હી સરકારને કહ્યું છે કે તે સાંસદો-ધારાસભ્યો તથા જજોની ગાડીઓ પર લાગેલી લાલબત્તી તથા સાઇરનોને દૂર કરવામાં આવે. કોર્ટે સ્પષ્ટપણે કહ્યું છે કે આ લગાવવાનો અધિકાર બંધારણીય સત્તાના વડાઓ સિવાય અન્ય કોઇ વ્યક્તિને નથી.

નિયમ મુજબ ફક્ત એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, પોલીસ અને સેનાની ગાડીમાં સાયરન હોવું જોઇએ બાકી બધાને તેને હટાવી દેવા જોઇએ. તેના માટે કોર્ટના આદેશની જરૂરિયાત નથી, સરકાર પોતે આ કરી શકે છે. કોર્ટના જણાવ્યા અનુસાર રાજ્ય સરકારને લેખિત આદેશ આપવાની જરૂરિયાત નથી. આ કાયદાકીય જોગવાઇ છે જેનું પાલન કરવું જરૂરી છે. જસ્ટિસ જીએસ સિંઘવી અને કુરિયન જોસેફની પીઠે રાજ્ય સરકારને કહ્યું હતું કે ગેરકાયદેસર લાલબત્તી લાગેલા વાહનોનું ચલણ કાપવામાં આવે એટલું જ નહી વાહન પણ જપ્ત કરવામાં આવે.

આ પહેલાં ન્યાયમૂર્તિ હરિશ સાલ્વેએ પણ લાલબત્તી અને સાયરનના ઉપયોગનો મુદ્દો ઉઠાવતાં કહ્યું હતું કે લાલબત્તી લગાવવાની મંજૂરી લગાવવાની પરવાનગી ફક્ત બંધારણીય સત્તાના વડાઓને રાષ્ટ્રપતિ, રાજ્યપાલ, વડાપ્રધાન, મુખ્યમંત્રી તથા સંસદ અને વિસના સ્પીકર, દેશના મુખ્ય ન્યાયાધીશ, સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશોને હોવી જોઇએ. પોલીસ, સેના, એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ અથવા એવા કોઇ કાર્ય નિશ્વિત વાહનોને છોડીને અન્ય કોઇપણ વાહનોને લાલબત્તી લગાવવાની પરવાનગી હોવી જોઇએ નહી.

ન્યાયપીઠે દિલ્હી સરકારના વકિલ સિદ્ધાર્થ લૂથરાને કહ્યું હતું કે તે સરકારને આ અંગે જણાવે અને આશ્વત કરે કે વાહનોમાંથી ગેરકાયદેસર સાયરન અને લાલ બત્તીઓ ઉતારવામાં અવે. સુપ્રિમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે રાજ્યમાં લાલબત્તી અને સાઇરન ફક્ત મુખ્યમંત્રી, હાઇકોર્ટના જજ, દિલ્હી એરિયાના સેન્ય કમાન્ડર, વિધાનસભા સ્પીકર, નેતા પ્રતિપક્ષ, કેબિનેટ મંત્રી, પોલીસ એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડના વાહનો જ લગાવી શકે છે. આ ઉપરાંત સાંસદ-ધારાસભ્ય, હાઇકોર્ટના જજ, જિલ્લા જજ, સરકારી અધિકારીઓ વાહન પર લગાવી શકે નહી. કોર્ટના આદેશ છતાં લાલબત્તીનો ઉપયોગ કરવામાં નિયમોનું પાલન નહી થાય તો લાલબત્તીવાળી ગાડીને તાત્કાલિક જપ્ત કરવામાં આવે.

English summary
The Supreme Court on Wednesday said it would decide whether a person other than the constitutional heads is entitled to use beacons and sirens on their vehicles.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X