For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તો શું ડૉ. હર્ષવર્ધનને દિલ્હીના રાજકારણમાં મોકલવામાં આવશે

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી (વિવેક શુક્લા): તો શું દિલ્હીના રાજકારણમાં ફરી પરત ફરશે ડૉ. હર્ષવર્ધન? રવિવારે કેબિનેટ વિસ્તાર બાદ આ પ્રશ્ન રાજધાનીના રાજકીય વર્તુળમાં પૂછવામાં આવી રહ્યો છે. કારણ એ છે કે કે તે સ્વાસ્થ્યમંત્રી તરીકે બરોબર કામ કરી રહ્યાં હતા, તેમછતાં તેમની પાસેથી વિભાગ છીનવી લેવાનો આવ્યો.

મોદી ખુશ હતા હર્ષવર્ધનથી
જાણકારોનું કહેવું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ડૉ. હર્ષવર્ધના કામથી કોઇ ફરિયાદ ન હતી. તે તેમના કામથી ખુશ હતા. પરંતુ દિલ્હી વિધાનસભાની આગામી ચૂંટણી જોતાં નરેન્દ્ર મોદી ફરીથી ડૉ. હર્ષવર્ધનને દિલ્હી લાવવા માંગતા હતા.

કારણ કે એમ કહેવામાં આવી રહ્યું છે કે દિલ્હીમાં પાર્ટીની પાસે કોઇ કદાવર નેતા નથી જે આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલનો મુકાબલો કરી શકે. એટલે કે ડૉ. હર્ષવર્ધન દિલ્હીના મુખ્યમંત્રી બની શકે છે જો દિલ્હીમાં ભાજપને બહુમત મળે અથવા તેમની ત્યાં સરકાર બને છે.

harsh-vardhan-to-return-in-delhi

કેટલાક હેરાન છે
આ સાથે જ જાણકારો એ વાતને લઇને હેરાન પણ છે કે મોદીએ પોતાના કેબિનેટ વિસ્તારમાં દિલ્હીથી કોઇને કેમ ન લીધા. ટૂંક સમયમાં દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીઓ થવાની છે, તે પોતાનામાં એક ચોંકવનારો નિર્ણય છે. જાણકારોનું કહેવું છે કે નવી દિલ્હીથી પાર્ટીની સાંસદ મીનાક્ષી લેખીને મંત્રિમંડળમાં સામેલ કરવાની પૂરી આશા હતી.

English summary
Will Harsh Vardhan return to Delhi politics ? PM Modi is not unhappy with his work.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X