'FDI પર જીત સરકારની નહી પરંતુ CBIની છે'

sushma-mulayam-manmohan
નવી દિલ્હી, 6 ડિસેમ્બર: બુધવારે સંસદમાં એકદમ ગરમા-ગરમ ચર્ચાનું કારણ હતું એફડીઆઇ પર વોટીંગ જે ભાજપ એટલે વિપક્ષ પક્ષ ઇચ્છતો હતો. વોટીંગ થયું અને ભાજપનો પ્રસ્તાવ સંસદ નિષ્ફળ રહ્યો. તેને 218 વોટ મળ્યા જ્યારે સરકારને 253 વોટ મળ્યા જેથી સરકારને વધુ એક જીત મળી. સંસદની બહાર પ્રતિક્રિયા આપતાં વિપક્ષે કહ્યું હતું કે આ જીત સરકારની નથી પરંતુ સીબીઆઇની છે. ભાજપ તરફથી આ વાત વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીએ કરી હતી.

ભાજપનો ઇશારો સપા સુપ્રિમો મુલાયમ સિંહ અને બસપા સુપ્રિમો માયાવતી તરફ હતો જેમને વોટીંગ ભાગ લીધો નહી અને વોકઆઉટ કરી ગયા. સદનમાં અને બહાર બંને જગ્યાએ એફડીઆઇનો જોરદાર વિરોધ કર્યો પરંતુ જ્યારે પસંદગી કરવાનો સમય આવ્યો તો તે સદનમાંથી બહાર આવી ગયા. ભાજપનું કહેવું હતું કે સપા અને બસપા વિરૂદ્ધ સીબીઆઇ ગીધની જેમ પાછળ પડી છે. માટે સરકારનું સમર્થન કરવા મજબૂર છે.

વિપક્ષના કદાવર નેતા સુષ્મા સ્વરાજે કહ્યું હતું કે જનતા સામે એવા બે નેતા સામે આવ્યા છે જેની કથની અને કરણીમાં ફરક હોય છે જે દેખાવા માટે એફડીઆઇનો વિરોધ કરી રહ્યાં છે અને અંદરથી સરકારને સાથ આપી રહ્યાં છે.

અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભામાં એફડીઆઇના વિરોધમાં વિપક્ષનો પ્રસ્તાવ 253ના મુકાબલે 218 મતોથી ધરાસયી થઇ ગયો છે. લોકસભામાં તો સરકારના પક્ષમાં નિર્ણય આવ્યો છે હવે રાજ્યસભાનો વારો છે જ્યાં આ મુદ્દે આજે ચર્ચા કરવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X