For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સાવધાન! દિલ્હીમાં ઝેરી હવાના કારણે થઇ શકે છે 'Acid Rain'

|
Google Oneindia Gujarati News

delhi
નવી દિલ્હી, 5 નવેમ્બર: દિલ્હીમાં છેલ્લા ત્રણ દિવસથી ઝાકળછાયું વાતાવરણ છે, જે લોકોના જીવ પણ લઇ શકે છે. પહેલાથી જ ભારે પ્રદૂષણથી ઝઝૂમી રહેલી રાજધાની ક્લાઇમેટ ચેન્જની ઝપેટમાં આવી ગઇ છે, જેના કારણે હજારો લોકોમાં બિમારી આવી ગઇ છે.

બદલાયેલા વાતાવરણના કારણે દિલ્હીના નાગરિકોને શ્વાસ લેવામાં ભારે તકલીફ પડી રહી છે. બીજી તરફ એવી આશંકા પણ વ્યક્ત કરાઇ રહી છે કે દિલ્હીમાં એસિડનો વરસાદ પણ થઇ શકે છે.

હવામાન ખાતાના અધિકારીઓએ જણાવ્યું કે દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર વધી ગયું છે, જો આ ધુમ્મસનું પ્રમાણ આટલું જ વધારે રહ્યું તો દિલ્હીમાં એસિડનો વરસાદ પણ થઇ શકે છે. ડોક્ટરોની સલાહ પ્રમાણે આ ધુમ્મસના કારણે શ્વાસ લેવામાં, છાતીમાં દુ:ખાવો, આંખોમાં ઇન્ફેક્શન વગેરે સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

ઉલ્લેખનીય છે કે બંગાળની ખાડીમાંથી ઉઠનાર ચક્રવાતી તોફાનના પગલે હવામાં દબાણ વધ્યું છે. અવકાશમાં નમી અને હવાનું દબાણ વધવાને કારણે પ્રદૂષણના કણ બહાર નથી આવી રહ્યા. આ જ કારણથી દિલ્હી-એનસીઆરની ઉપર ધુમાળો અને ધુમ્મસનું સ્થર જામી ગયું છે.

હવામાનખાતાએ આગાહી કરી છે કે આ પ્રકારનું વાતાવરણ લાંબા સમય સુધી યથાવત રહેશે. વરસાદ પડ્યા પછી વાતાવરણમાં સુધારો આવી જશે.

English summary
It was a cool Monday morning with a fog enveloping the Delhi as the minimum temperature settled a notch above average at 15.2 degrees Celsius.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X