For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આત્મહત્યાનો પ્રયત્ન હવે ગુનો નહી, દૂર થશે કલમ 309

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 10 ઓક્ટૉબર: આત્મહત્યાનો પ્રયત્ન ટૂંક સમયમાં જ ગુનાની શ્રેણીમાંથી દૂર થઇ જશે. કાનૂન પંચની ભલામણ પર મોદી સરકારે આઇપીસી કલમ 309 (આત્મહત્યાનો પ્રયત્ન)ને ખતમ કરવાનો નિર્ણય કર્યો છે. કલમ 309 હેઠળ આત્મહત્યાનો પ્રયત્ન કરવામાં આવતાં એક વર્ષ સુધીની જેલ અને દંડની જોગવાઇ છે.

બુધવારે સંસદમાં તેની જાણકારી આપતાં ગૃહ મંત્રાલયે કહ્યું કે 18 રાજ્ય અને 4 કેન્દ્ર શાસિત વિસ્તાર કલમ 309ને ખતમ કરવાના પક્ષમાં છે. ગૃહ મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રાજ્યોના સૂચન પર કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો છે કે આ કલમને આઇપીસીથી દૂર કરવામાં આવી.

લોકસભામાં ઓગષ્ટમાં ગૃહ રાજ્યમંત્રી કિરણ રિજિજૂએ કહ્યું હતું, ' કાનૂન પંચે પોતાના રિપોર્ટમાં કહ્યું હતું કે આત્મહત્યાનો પ્રયત્ન માનવીય આધાર પર વિચાર કરવા અને તેને અપરાધની શ્રેણીથી દૂર રાખવાની જરૂરિયાત છે.'

hanging

ગૃહ મંત્રાલય દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું હતું કે કાનૂન પંચના અનુસાર આ કાયદાની કોઇ ઉપયોગિતા નથી. ગૃહ મંત્રાલના અનુસાર 18 રાજ્યો અને 4 કેન્દ્ર શાસિત પ્રદેશોને આ સંદર્ભમાં પોતાની સહમતિ પણ દર્શાવી છે. એવામાં ગૃહ મંત્રાલયે સ્પષ્ટ કરી દિધું છે કે આઇપીસી કલમ 309ને દૂર કરવામાં આવે.

તેમાં દંડ અથવા જેલ અથવા બંનેની સજાની જોગવાઇ છે. સરકારે આ વિશે પહેલાં જ પોતાનું વલણ સ્પષ્ટ કરી દિધું હતું અને સંકેત આપ્યા હતા કે આ કલમ કાયદામાંથી દૂર કરવામાં આવે. આ ઉપરાંત પણ ઘણી અન્ય આઇપીસી કલમોને દૂર કરવાનો ઉલ્લેખ સરકાર કરી ચૂકી છે.

English summary
The government on Wednesday decriminalised attempt to commit suicide, a decision that will ensure people driven to take their lives do not end up in prison in case they don’t succeed.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X