For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો નવા નીતિ પંચ અને જૂના યોજના પંચ વચ્ચે શું છે અંતર

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી (વિવેક શુક્લા): યોજના પંચની જગ્યાએ હવે નીતિ પંચ કામ કરશે. નીતિ પંચ બનતાં દેશને કેટલો લાભ થશે, તેના માટે દેશને રાહ જોવી પડશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળા નીતિ પંચની ગવર્નિંગમાં બધા રાજ્યોના મુખ્યમંત્રી અને કેન્દ્ર શાસિત પ્રદેશોના ઉપરાજ્યપાલ તરીકે સભ્ય સામેલ હશે.

narendra-modi-pm

નીતિ પંચની વિશેષતા
- તેની મુખ્ય ભૂમિકા રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય મહત્વના વિભિન્ન નીતિગત મુદ્દાઓ પર કેન્દ્ર અને રાજ્ય સરકારોને જરૂરે રણનીતિક તથા ટેક્નિકલ પરામર્શ આપવી પડશે.
- નવા પંચના ઉદ્દેશ્યોમાં એ સ્પષ્ટ નથી કે પંચવર્ષીય યોજનાઓની હાલની વ્યવસ્થા રહેશે કે નહી.
- નીતિ પંચ બાદ રાષ્ટ્રીય વિકાસ પરિષદ (એનડીસી)ની ભૂમિકા શું હશે.
- નીતિ પંચના ક્રિયાકલાપોમાં મુખ્યમંત્રીઓ તથા ખાનગી ક્ષેત્રોના વિશેષજ્ઞોની મહત્વપૂર્ણ ભૂમિકા હશે.
- નીતિ પંચ મોદીના ''ટીમ ઇન્ડિયા'' અને ''સહકારી સંઘવાદ''ના વિચારનું મૂર્તરૂપ હશે.
- નીતિ પંચમાં દેશભરના રિસર્ચ સેન્ટરો અને યુનિવર્સિટીથી વ્યાપક સ્તર પર પરામર્શ માટે જશે.
- નીતિ પંચમાં યુનિવર્સિટીઓ તથા રિસર્ચ સેન્ટરોના પ્રતિનિધિ પણ સામેલ કરવામાં આવશે.

યોજના પંચ
- નેહરૂ યુગીન યોજના પંચની પ્રકૃતિ કેન્દ્રિકૃત હતી. યોજના પંચની રચના 15 માર્ચ 1950ના રોજ થઇ હતી.
- રાજીવ ગાંધીએ યોજના પંચને જોકરોનો સમૂહ કહ્યું હતું, જો કે તેમણે પણ તેને ભંગ ન કરી.
- યોજના પંચ દેશના વિકાસ સંબંધિત યોજનાઓ બનાવવાનું કામ કરતો હતો. યોજના પંચે 12 પંચવર્ષીય યોજનાઓ બનાવી.
- યોજના પંચે 2000 કરોડ રૂપિયાથી પહેલી પંચવર્ષીય યોજના 1951માં શરૂ કરી હતી.
- યોજના પંચના અધ્યક્ષ પણ વડાપ્રધાન જ હતા, પરંતુ ક્યારેય મુખ્યમંત્રીઓ પાસે સલાહ લેવામાં આવતી નહી.
- મુખ્યમંત્રી જો કોઇ સલાહ આપવા માંગતા હતા તો તે વિકાસ સમિતિને આપતા હતા. જે સમીક્ષા બાદ યોજના પંચની આપવામાં આવતી હતી.
- ખાનગી ક્ષેત્રની ભાગીદારી યોજના પંચમાં ક્યારેય ન હતી.

English summary
Newly formed body Niti Ayog will be vastly different from previous one Yojana Ayog? Here are some major differences between both.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X