For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં થશે અફઘાનિસ્તાન મુદ્દે સંમેલન, શું તાલિબાન પણ થશે શામેલ?

રશિયા અને પાકિસ્તાન એવા દેશોમાં શામેલ છે કે, જેને ભારતે અફઘાનિસ્તાનની પરિસ્થિતિ મુદ્દે NSA બેઠક માટે આમંત્રિત કર્યા છે અને જેને ભારતે આવતા મહિને યજમાની કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : રશિયા અને પાકિસ્તાન એવા દેશોમાં શામેલ છે કે, જેને ભારતે અફઘાનિસ્તાનની પરિસ્થિતિ મુદ્દે NSA બેઠક માટે આમંત્રિત કર્યા છે અને જેને ભારતે આવતા મહિને યજમાની કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. એક અહેવાલ મુજબ ભારતે અફઘાનિસ્તાન પર તેની આંતરરાષ્ટ્રીય પરિષદનો પ્રસ્તાવ મૂક્યો છે અને પાકિસ્તાન પણ એવા દેશોમાંથી એક છે જેની ભાગીદારી પર વિચારણા થઈ રહી છે. આવા સમયે હવે એવા અહેવાલો છે કે, પાકિસ્તાનના NSA ને બેઠકમાં ભાગ લેવા માટે બોલાવવામાં આવ્યા છે.

India afghanistan talks

ભારત અફઘાનિસ્તાન મુદ્દે બેઠક કરશે

ભારત અફઘાનિસ્તાન મુદ્દે બેઠક કરશે

રિપોર્ટ અનુસાર ભારત દ્વારા ચીન, ઈરાન, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાનને પણ અફઘાનિસ્તાન મુદ્દે પ્રાદેશિક પરિષદમાં ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યુંછે, જે યુદ્ધગ્રસ્ત અફઘાનિસ્તાનમાં માનવતાવાદી કટોકટી તેમજ સુરક્ષાની સ્થિતિ અને તાલિબાનની જરૂરિયાત સાથે સંબંધિત છે.

માનવ અધિકારોનું સમર્થન કરશે. રિપોર્ટઅનુસાર ભારતીય એનએસએ અજિત ડોભાલ આ કાર્યક્રમની અધ્યક્ષતા કરી શકે છે અને કોન્ફરન્સનું આયોજન રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય દ્વારા કરવામાંઆવશે. જો કે, નવેમ્બરના બીજા સપ્તાહમાં સૂચિત સમિટમાં તાલિબાનને હજૂ સુધી આમંત્રણ આપવામાં આવ્યું નથી.

તાલિબાન મુદ્દે સાવધાન છે ભારત

તાલિબાન મુદ્દે સાવધાન છે ભારત

રશિયાની રાજધાની મોસ્કોમાં 20 ઓક્ટોબરના રોજ અફઘાનિસ્તાનની સ્થિતિ પર આવી જ બેઠક યોજાઈ રહી છે, જેમાં ભારત પણ ભાગ લઈ રહ્યું છે પરંતુ રશિયાએતાલિબાનને પણ આ બેઠકમાં આમંત્રણ આપ્યું છે અને તાલિબાન પ્રતિનિધિઓ આ બેઠકમાં ભાગ લેશે. જો કે, નવી દિલ્હીમાં યોજાનારી બેઠકમાં તાલિબાનને આમંત્રિતકરવા અંગે ભારત સરકાર સાવધ છે અને હજૂ સુધી એ નક્કી નથી થયું કે તાલિબાનને પણ બેઠકમાં ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવશે કે પછી તેમનેસભામાંથી દૂર રાખવામાં આવશે.

આંતરરાષ્ટ્રીય સમુદાયના મતે કાબુલમાં સરકારે સામૂહિક સરકાર બનાવી નથી, તેથી ભારત ખૂબ સાવધ છે.રશિયાના રાષ્ટ્રપતિવ્લાદિમીર પુતિને શુક્રવારના રોજ જણાવ્યું હતું કે, તાલિબાન દ્વારા રચાયેલી વચગાળાની સરકાર "અફઘાન સમાજની સંપૂર્ણ શ્રેણીને પ્રતિબિંબિત કરતી નથી".

શું હશે પાકિસ્તાનની ભૂમિકા?

શું હશે પાકિસ્તાનની ભૂમિકા?

કોન્ફરન્સમાં પાકિસ્તાન શું ભૂમિકા ભજવે છે, અથવા પાકિસ્તાનના એનએસએ મોઈદ યુસુફ કોન્ફરન્સમાં ભાગ લેવા નવી દિલ્હી આવે છે કે નહીં તે જોવું પણ રસપ્રદરહેશે. ભારતમાં આતંકવાદી ઘટનાઓને અંજામ આપનારા આતંકવાદી સંગઠન લશ્કર અને જેઈએમ સામે પાકિસ્તાને હજૂ સુધી કોઈ કાર્યવાહી કરી નથી, તેની ખાતરીકરવા છતાં ભારતે બેઠકમાં પાકિસ્તાનની ભૂમિકા અંગે હજૂ સુધી નિર્ણય લીધો નથી. જો કે, ભૂતકાળમાં ભારત તરફથી એવા સંકેતો મળ્યા છે કે, જો પાકિસ્તાનઆતંકવાદ સામે પગલાં લેશે, તો નવી દિલ્હીને ઇસ્લામાબાદ સાથે કામ કરવામાં કોઈ સમસ્યા નથી.

શું રાજદ્વારી સંબંધો પુનઃસ્થાપિત થશે?

શું રાજદ્વારી સંબંધો પુનઃસ્થાપિત થશે?

ભારત અને પાકિસ્તાન વચ્ચે રાજદ્વારી વાટાઘાટો લાંબા સમયથી બંધ છે અને જો પાકિસ્તાનનો NSS મોઈદ યુસુફ ભારત આવશે, તો કેટલાક મહિનાઓ બાદ બંનેદેશોના ઉચ્ચ પ્રતિનિધિઓ સાથે વાતચીત થશે. આ અગાઉ ભારતે SCO બેઠક બાદ તેમના ત્રણ વરિષ્ઠ અધિકારીઓને આતંકવાદ વિરોધી કવાયત માટે પાકિસ્તાનમોકલવાનો નિર્ણય કર્યો છે, જે એક સારા પગલા તરીકે જોવામાં આવે છે. આ અગાઉ વર્ષ 2016માં નવાઝ શરીફના વિદેશ બાબતોના સલાહકાર સરતાજ અઝીઝ ભારતઆવ્યા હતા અને ત્યારથી વરિષ્ઠ અધિકારીઓની ભારત કે પાકિસ્તાનની યાત્રા સંપૂર્ણ બંધ છે.

English summary
Russia and Pakistan are among the countries that India has invited to the NSA meeting on the situation in Afghanistan, which India has offered to host next month.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X