For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોલસાનો કાળ- 2 દિવસ પછી અંધારામાં ડૂબાઇ જશે આખો દેશ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

no-electricity
નવી દિલ્હી, 17 જુલાઇ: તમે વિજ કાપની સમસ્યાથી પરેશાન છો, પરંતુ બે દિવસ બાદ દેશ અંધારામાં ડૂબાઇ જશે. રાત કાળી થઇ જશે. ક્યાંય વિજળી નહી હોય. જી હાં આ કોઇ અફવા નથી પરંતુ સાચા સમાચાર છે. ધ નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન એટલે કે એનટીપીસી પાસે હવે વિજળી બનાવવા માટે કોલસાનો સ્ટોક ખતમ થવાનો છે.

દેશના લગભગ 50 ટકા વિજળીઘર કોલસાના સંકટની સમસ્યા સામે ઝઝૂમી રહ્યાં છે અને તેમની પાસે સાત દિવસથી ઓછાનો કોલસા ભંડાર છે. તેમાં સાર્વજનિક વિસ્તારની એનટીપીસીના વિજળીઘર પણ સામેલ છે. આ વિજળીઘરોની કુલ ઉત્પાદન ક્ષમતા 20,000 મેગાવોટથી વધુ છે.

રાજ્ય જે સૌથી વધુ પ્રભાવિત થશે
ઉત્તર પ્રદેશ, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ગુજરાતના કેટલાક ભાગ, હરિયાણાના કેટલાક ભાગમાં, પંજાબના ઘણા ભાગ છે જે સૌથી વધુ પ્રભાવિત થશે.

એનટીપીસી તરફથી સરકારને એસઓએસ મોકલીને કોલસાની ઘટની જાણકારી આપવામાં આવી છે. કોલસા સ્ટોકની જાણકારી મળ્યા બાદ કેન્દ્રિય કોલસા મંત્રી પીયૂષ ગોયલે પણ સ્વિકાર્યું કે દેશમાં કોલસાની ઘટ છે અને આ સંકટનો સામનો કરવા માટે કામ કરવામાં આવી રહ્યું છે. એટલું જ નહી ગોયલે સંકેત આપ્યા છે કે દિલ્હીમાં વિજળીના ભાવ પણ વધી શકે છે.

એનટીપીસીએ સરકારને જાણકારી આપતાં કહ્યું કે તેમની પાસે ફક્ત બે દિવસથી પણ ઓછો કોલસો બચ્યો છે. 17000 મેગાવોટની ક્ષમતાવાળા એનટીપીસીના છ પ્લાન્ટ કોલસાના સ્ટોકની ઘટના લીધે બંધ કરી દેવામાં આવ્યા છે. આ છમાંથી પાંચ થર્મલ પ્લાન્ટ ઉત્તરી અને દક્ષિણી ક્ષેત્રમાં સ્થિત છે. પશ્વિમમાં કોલસા પર નિર્ભર 13 પાવર પ્લાન્ટ અને પૂર્વમાં 4 પ્લાન્ટની પણ સ્થિતી એકદમ ચિંતાજનક છે.

English summary
Six of India's coal-fired power plants do not have enough stocks to weather even a "small" disruption in supplies, with fuel reserves sufficient for only up to two days, the country's largest power producer has warned.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X