સરકારી બંગલામાં નહી રહે અરવિંદ કેજરીવાલ

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 4 જાન્યુઆરી: આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે સરકારા દ્વારા મળેલા ડબલ ડુપ્લેક્સ બંગલામાં રહેવાની મનાઇ કરી દિધી છે. તેમનું કહેવું છે કે બંગલામાં રહેવાની વાત પર લોકોએ સવાલ ઉભા કર્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અરવિંદ કેજરીવાલે ચૂંટણી પહેલાં 'આપ'ના મેનફેસ્ટોમાં વાયદો કર્યો હતો કે તે અને તેમના ધારસભ્યો ના તો સરકારી ગાડીઓનો ઉપયોગ કરશે ના તો સરકારી બંગલામાં રહેશે, જો કે દિલ્હીમાં ભગવાન દાસ રોડ પર બંગલો આપવામાં આવ્યો છે. અરવિંદ કેજરીવાલે બંગલામાં રહેવાની હા પાડી દિધી હતી પરંતુ ત્યારબાદ તેમનો મનાઇ કરી દિધી.

arvind-kejriwal-04

અરવિંદ કેજરીવાલે મીડિયામાં નિવેદન આપ્યું કે ગત 24 કલાકમાં મારી ઉપર ઘણા લોકોના ફોન અને એસએમએસ આવ્યા છે, આ લોકો અમારી પાર્ટીના સમર્થક અને મારા પ્રશંસકો હતા આ લોકોનું કહેવું છે કે મારે બંગલામાં રહેવું ન જોઇએ. એટલે હું સરકારને અનુરોધ કરું છું કે મારા માટે આનાથી નાનું ઘર શોધવાનો પ્રયત્ન કરે.

અરવિંદ કેજરીવાલની ટીમના મંત્રીઓ અને ધારાસભ્યો સુરક્ષા અને વીઆઇપી ગાડીઓ વિના ચાલે છે. આ મંત્રીઓ રિક્ષામાં મુસાફરી કરે છે અને પોતાના સામાન્ય ઘરમાં રહે છે.

English summary
Delhi Chief Minister Arvind Kejriwal denied to live in government bangalow. He told that people are raising questions on this, so I request to government to give me a small house.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.