દિલ્હી હાઇપ્રોફાઇલ લૂંટનો કોયડો ઉકેલાયો, ત્રણની ધરપકડ

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 1 ફેબ્રુઆરી: રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના 8 કરોડ રૂપિયાની સનસનીખેજ અને હાઇપ્રોફાઇલ લૂટના કેસમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી પોલીસની વિશેષ એકમે શનિવારે તેની જાણકારી આપી છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ત્રણ લોકોની શહેરના અલગ અલગ સ્થળોથી ધરપકડ કરવામાં આવી છે અને તેમની પાસે 1.5 કરોડ પણ મળી આવ્યા છે. પોલીસે કહ્યું હતું કે આ કેસમાં અન્ય ચાર લોકોની પણ સંડોવણી છે, જેની ઓળખ કરવામાં આવી છે અને તે ફરાર છે.

અત્રે ઉલ્લેખનીય છે કે દક્ષિણ દિલ્હીના લાજપત નગર પાસેથી એક બિઝનેસ પાસેથી મંગળવારે છ લોકોએ 7.69 કરોડ રૂપિયા લૂંટી લીધા હતા. લુટેરાઓએ તે કારણે પણ હાઇજેક કરી લીધી હતી જેમાં ચાર અન્ય કર્મચારી પણ હાજર હતા. પોલીસે કહ્યું હતું કે બિઝનેસમેન રાજેશ કાલરાને વર્ષ 2000માં સટ્ટેબાજો સાથે સંબંધના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી અને તેની વિરૂદ્ધ હેન્સી ક્રોનિએ મેચ ફિક્સિંગ પ્રકરણમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. લૂંટકાંડ મુદ્દે દિલ્હી પોલીસે શુક્રવારે બે લોકોની ધરપકડ કરી હતી.

daylight-robbery-in-delhi

તો બીજી તરફ લાજપત નગર ફ્લાઇ ઓવર પર થયેલી હાઇપ્રોફાઇલ લૂંટમાં એક પેચ પણ છે. જો કે લૂંટનાર વ્યક્તિ હેન્સી ક્રોનિએ મેચ ફિક્સિંગ કેસમાં આરોપી રહ્યો છે અને કેટલી રકમ લૂંટી, તે વિશે તે પોલીસને સ્પષ્ટ જાણકારી આપી રહ્યો નથી. સાંભળીને થોડું વિચિત્ર લાગી રહ્યું છે કે લુંટાઇ જનારાને પોતાનાને ખબર નથી કે તેના કેટલા રૂપિયા લૂંટાયા છે? એ પણ ત્યારે જ્યારે કરોડોની વાત છે? કોઇ વ્યક્તિ આટલી મોટી રકમ કેવી રીતે ભૂલી શકે? બની શકે કે ત્યારે તેની પાસે આ પૈસા હિસાબ ન હોય.

English summary
Four days after the daring daytime robbery in Lajpat Nagar in south Delhi, the Delhi Police has arrested three suspects in the case. The three men have been identified as Bhanu, Praveen and Tiku.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.