• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

દેશના 500 જિલ્લાઓમાં દુષ્કાળનો સામનો કરવા માટે મોદી સરકારે બનાવી રણનીતિ

By Kumar Dushyant
|

નવી દિલ્હી, 26 જૂન: ચોમાસુ નબળુ પડતાં અને ખાદ્ય વસ્તુઓની કિંમતોમાં વધારા વચ્ચે વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્થિતિના નિવારણ માટે આકસ્મિક યોજના ચલાવવામાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સમન્વય પર ભાર મૂક્યો છે.

તેમણે જમાખોરી અને કાળાબજારી કરનારાઓ વિરૂદ્ધ કેસની જલદી સુનાવણી માટે રાજ્યો પાસે ફાસ્ટ કોર્ટ નિમવા માટે કહ્યું છે. વડાપ્રધાને કહ્યું કે આ ચોમાસાની પ્રગતિ અને મોંઘવારીને કાબૂમાં રાખવા માટે ભરવામાં આવેલા પગલાંઓની સમીક્ષા માટે પોતાના મંત્રીમંડળ સહયોગીઓની સાથે બેઠક કરી. આ દરમિયાન તેમણે ખેડૂતોને પાણી, વિજળી અને વીજળીની આપૂર્તિ પર ભાર મૂક્યો જેથી ઓછા વરસાદના લીધે કૃષિ ઉત્પાદનને અસર ન પડે.

વડાપ્રધાન દ્વારા બોલાવવામાં આવેલી આ બેઠકમાં કહેવામાં આવ્યું કે ચોમાસુ નબળું રહ્યું છે પરંતુ આગામી બે મહિનાઓમાં તેમાં વ્યાપક સુધારાની સંભાવના છે. આ દરમિયાન મોંઘવારીને કાબૂમાં રાખવા માટે જે પગલાં ભર્યા તેની 'સારો પ્રભાવ' જોવા મળ્યો છે. બેઠકમાં જણાવવામાં આવ્યું છે કે કૃષિ મંત્રાલયે 500થી વધુ જિલ્લાઓ માટે આકસ્મિક યોજના તૈયાર કરી છે.

બે કલાકથી વધુ સમય સુધી ચાલેલી બેઠક બાદ વડાપ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા વક્તવ્યમાં કહેવામાં આવ્યું છે કે 'મોદીએ બેઠકમાં ચોમાસા માટે પહેલાંથી જ તૈયાર યોજનાના અમલમાં કેન્દ્ર અને રાજ્યોને સમન્વિત પ્રયત્નની જરૂરિયાત પર ભાર મૂક્ય છે. આ યોજનામાં તેમણે રાજ્યોને એક યુનિટ બનાવવાના બદલે જિલ્લાઓને યુનિટ ગણવા પર ભાર મૂક્યો. વડાપ્રધાનમંત્રીએ બેઠકમાં ફુગાવા પર અંકુશ લાદવા માટે ભરવામાં આવેલા પગલાં પર ધ્યાન આપે. તેમણે જમાખોરો અને કાળાબજારી કરનારાઓ વિરૂદ્ધ કેસની જલદી સુનાવણી માટે રાજ્યોને તત્વરિત સુનાવણી કોર્ટ નિમવા માટે કહ્યું.

વક્તવ્યમાં કહેવામાં આવ્યું, 'એ અનુભવવામં આવ્યું છે કે જે ઉપાય કરવામાં આવ્યા તેમના સકારાત્મક અસર રહી છે. બજારમાં ચોખાનો યોગ્ય માત્રામાં સ્ટોક પહોંચ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હીમાં ડુંગળીના ભંડારની કોઇ કમી નથી. જળાશયો અને પશુચારા કેસમાં વડાપ્રધાનમંત્રી હાલના જળ સંસાધનોનો વધુ ઉપયોગ અને વરસાદ જળ સંચયનના કેસમાં સારી ટેક્નોલોજી અપનાવવાના નિર્દેશ આપ્યા.

વડાપ્રધાનમંત્રીએ કૃષિ ક્ષેત્ર માટે યોગ્ય માત્રામાં વિજળી આપૂર્તિ અને વીજ ઉપલબ્ધતા પર ભાર મૂકતાં જરૂર પડતાં ગ્રામીણ વિસ્તારોમાં રોજગારની તકો પેદા કરવા માટે નરેગાનો ઉપયોગ કરવાના નિર્દેશ પણ આપ્યા. બેઠકમાં ગૃહમંત્રી, નાણામંત્રી, કૃષિમંત્રી, ખાદ્ય અને ઉપભોક્તા મુદ્દા અને જળ સંસાધનમંત્રી હાજર હતા. આ ઉપરાંત વડાપ્રધાનમંત્રી વડાપ્રધાનમંત્રીના કેબિનેટ સચિવ, મુખ્ય સચિવ અને વડાપ્રધાનમંત્રી વધારાના પ્રધાન સચિવ હાજર હતા. વડાપ્રધાનમંત્રીની અધ્યક્ષતાવાળી આ બેઠકમાં ભારતીય હવામાન વિભાગના અધિકારી હાજર હતા. આ દરમિયાન 17 જૂન સુધી દેશમાં સામાન્યથી વધુ 45 ટકા ઓછો વરસાદ નોંધવામાં આવ્યો છે.

હવામાન વિભાગે કહ્યું છે કે આ વર્ષે ચોમાસું સામાન્યથી નીચે 93 ટકા પર રહેશે. ફળ, શાકભાજીઓ, દાળો જેવી ખાવાપીવાની જરૂરી વસ્તુઓના વધતા જતા ભાવને જથ્થાબંધ મૂલ્ય આધારિત ફૂગાવો મે મહિનામાં પાંચ મહિનાના ઉચ્ચસ્તર 6.01 ટકા પર પહોંચી ગયો છે. રાષ્ટ્રીય રાજધાનીમાં બટાકા અને ડુંગળી જેવી જરૂરી વસ્તુઓના ભાવ પણ વધીને 25 થી 30 રૂપિયે કિલો સુધી પહોંચી ગયા છે.

English summary
A meeting was held by Prime Minister Narendra Modi on Thursday wherein he told that monsoon is delayed but the situation is likely to improve in next 2 months and the contingency plan for more than 500 districts is ready to tacke the situation.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more