For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સર ક્રીક પર નરેન્દ્ર મોદીનું નિવેદન ચુંટણી સ્ટંટ : ખુર્શીદ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

modi-khurshid
નવી દિલ્હી, 13 ડિસેમ્બર: વિદેશમંત્રી સલમાન ખુર્શીદે સર ક્રીક જેવા આંતરરાષ્ટ્રીય રૂપથી સંવેદનશીલ મુદ્દા પર ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નિવેદનને વિધાનસભા ચુંટણીમાં લાભ ખાંટવાનો પ્રયત્ન ગણાવ્યો હતો અને કહ્યું હતું કે આ મુદ્દાને ચુંટણી પંચ સમક્ષ લઇ જવામાં આવી શકે છે. નરેન્દ્ર મોદીએ બુધવારે વડાપ્રધાન મનમોહન સિંહને એક પત્ર લખીને પાકિસ્તાન સાથે સર ક્રીક મુદ્દે ચર્ચા બંધ કરવાની માંગણી કરી હતી.

સલમાન ખુર્શીદે નરેન્દ્ર મોદીના નિવેદન પર ગુરૂવારે કહ્યું હતું કે તમે કેટલાક સારા નિર્ણર્યો લે છે. ચુંટણી દરમિયાન તમને કહેવામાં આવે છે કે તમે આ પ્રકારના નિર્ણયો લઇ શકતા નથી. ત્યારે શું આની પરવાનગી છે?

ઉર્જા સુરક્ષા સેમિનાર દરમિયાન વિદેશ મંત્રી સલમાન ખુર્શીદે કહ્યું હતું કે જો તમે સબસિડીવાળા સિલિન્ડરોની સંખ્યા છ માંથી વધારીને નવ કરવાની વાત કરી ન શકો તો શું તમે આ પ્રકારના મુદ્દાને ઉઠાવી શકો છો? આ મુદ્દે ચુંટણી પંચનું ધ્યાન દોરવું જોઇએ કે ચુંટણી દરમિયાન મુદ્દાઓ પર પરવાનગીની મર્યાદા શું છે? સલમાન ખુર્શીદ સરક્રીક મુદ્દે વડાપ્રધાનને લખેલા પત્રનો જવાબ આપી રહ્યાં હતા.

નરેન્દ્ર મોદીએ પોતાના પત્રમાં લખ્યું હતું કે સર ક્રીક મુદ્દે પાકિસ્તાન સાથે ચાલી રહેલી વાતચીત જેવા ગંભીર મુદ્દે હું આ પત્ર લખી રહ્યો છું. ઇતિહાસ અને વિસ્તારની સંવેદશીલતાને ધ્યાનમાં રાખતાં સર ક્રીકને પાકિસ્તાનને સોંપવાનો કોઇપણ પ્રયત્ન રણનિતિક ભૂલ હશે. તેમને કહ્યું હતું કે હું તમને આગ્રહ કરું છું કે આ અંગે પાકિસ્તાન સાથે ચર્ચા બંધ કરે અને સર ક્રીકને પાકિસ્તાનને ન સોંપે.

નરેન્દ્ર મોદીએ પોતાના પત્રમાં આગળ લખ્યું હતું કે હું આ પત્ર તમને એ માટે લખી રહ્યો છું કારણ કે મને ખબર પડી છે કે સર ક્રીક પર 15 ડિસેમ્બરે સરકાર નિર્ણય લેવા જઇ રહી છે.

વડાપ્રધાન કાર્યાલયે નરેન્દ્ર મોદીના પત્રને શરારતપૂર્ણ ગણાવ્યો હતો અને પત્રના સમય પર પ્રશ્નો ઉઠ્યાં છે. નરેન્દ્ર મોદીએ આ પત્ર ગુજરાત વિધાનસભાની ચુંટણી માટે પ્રથમ ચરણમાં યોજાનારા મતદાનના એક દિવસ પહેલાં બુધવારે લખ્યો હતો. પાકિસ્તાનના આંતરિક મુદ્દાઓના મંત્રી રહેમાન મલિક 14 થી 16 ડિસેમ્બર દરમિયાન ભારતના પ્રવાસે આવી રહ્યાં છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સર ક્રીક ભારતના કચ્છ અને પાકિસ્તાનના સિંઘ પ્રાંતને જુદા પાડે છે. આ કચ્છના રણમાં ફેલાયેલ 96 કિલોમીટરનો તે ભાગ છે જેને લઇને ભારત અને પાકિસ્તાન વચ્ચે વિવાદ છે.

English summary
Salman Khurshid on Thursday questioned the timing of Narendra Modi's letter on Sir Creek issue saying the raised the matter at the time of elections.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X