For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

DUSU ચૂંટણીમાં જોવા મળ્યો મેજીક મેજીક, ABVPએ બાજી મારી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

delhi-university
નવી દિલ્હી, ભાજપની દ્વારા પીએમ પદના ઉમેદવાર જાહેર કરવામાં આવેલા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો રંગ દિલ્હી યુનિવર્સિટી વિદ્યાર્થી સંગઠન પર પણ જોવા મળ્યો છે. ભાજપના વિદ્યાર્થી સંગઠન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે ત્રણ મહત્વપૂર્ણ પદો અધ્યક્ષ, ઉપાધ્યક્ષ અને સંયુક્ત સચિવ પર કબજો મેળવી લીધો છે જ્યારે કોંગ્રેસના વિદ્યાર્થી સંગઠન એનએસયૂઆઇને માત્ર એક સીટ મળી છે.

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના અમન અવાના અધ્યક્ષ પદે વિજયી થયા છે. જ્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના ઉત્કર્ષ ચૌધરી અને રાજૂ રાવત ક્રમશ ઉપાધ્યક્ષ અને સંયુક્ત સચિવ પદ પર વિજય જાહેર કરવામાં આવ્યા હતા. બીજી તરફ એનએસયૂઆઇની કરિશ્મા ઠાકોરે સેક્રેટરીનું પદ જીત્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ વખતે વિદ્યાર્થી સંગઠનમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે વિદ્યાર્થીઓ પાસે નરેન્દ્ર મોદીના નામે વોટ માંગ્યા હતા. દિલ્હી યુનિવર્સિટીના પરિણામોને જોડીને જોવામાં આવે છે. જાણાકાર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની જીતને નરેન્દ્ર મોદીની યુવાનોમાં વધતી જતી લોકપ્રિયતા સાથે જોઇ રહ્યાં છે.

English summary
The Akhil Bharatiya Vidyarthi Parishad (ABVP) bagged three of the four seats in the Delhi University Students' Union (DUSU) elections, the results of which were announced in New Delhi on Saturday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X