For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપ આપની સરકાર ધરાશય કરવા માંગે છે: સંજય સિંહ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 3 ફેબ્રુઆરી: આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહે આજે એક પત્રકાર પરિષદમાં ભારતીય જનતા પાર્ટી પર આરોપ લગાવ્યો હતો કે તે આપ પાર્ટીની સરકાર ધરાશય કરવા માંગે છે. આમ આદમી પાર્ટીના નેતાએ કહ્યું હતું કે આપ પાર્ટીમાં બળવો એક કાવતરા મુજબ થઇ રહ્યો છે. તેમનું કહેવું છે કે ટૂંક સમયમાં જ આપ પાર્ટી કોંગ્રેસ અને ભાજપ વિરૂદ્ધ પોલ ખોલ અભિયાન શરૂ કરશે.

સંજય સિંહે દાવો કર્યો હતો કે ભાજપ અને કોંગ્રેસ આમ આદમી પાર્ટીની સરકાર અને પાર્ટીની વધતી જતી લોકપ્રિયતાથી પરેશાન છે. તેમને સીધો ભાજપના નેતા અરૂણ જેટલી અને હર્ષવર્ધન પર સરકાર ધરાશય કરવાના કાવતરાનો આરોપ લગાવ્યો છે.

સંજય સિંહે દાવો કર્યો છે કે સિખ વિરોધી રમખાણો પીડિતોને ન્યાય અપાવવા માટે આપ પાર્ટીએ જ એસઆઇટી નિમવાની માંગણી કરી છે. તેમને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમનું કહેવું છે કે તેમની પાર્ટી દેશી તથા વિદેશી લોકોના સન્માનનો પૂરો ખ્યાલ રાખે છે.

sanjay-singh

દેશમાં બાંગ્લાદેશીઓને ચિહ્નિત કરી બહાર કાઢવાના ભાજપના અભિયાન પર હુમલો કરતાં સંજય સિંહે કહ્યું હતું કે નરેન્દ્ર મોદીને બાંગ્લાદેશીઓ અને નાઇઝેરિયાઇ લોકો પર થયેલા હુમલા પર નિવેદન આપવું જોઇએ.

તાજેતરમાં જ પત્રકારમાંથી નેતા બનેલા આશુતોષે કહ્યું હતું કે જો આપ પાર્ટી મહિલાઓનું સન્માન કરતી નથી તો પછી બીજો કોઇ ક્યારેય મહિલાઓનું સન્માન કરતો નહી હોય.

અત્રે ઉલ્લેખનીય છે કે કાલે જ પાર્ટીના એક નેતાએ કહ્યું હતું કે પાર્ટી રાજ્યસ્તરે ભ્રષ્ટ, આપરાધિક તથા વંશવાદી પૃષ્ઠભૂમિવાળા નેતાઓની યાદી જાહેર કરશે અને તેમના વિરૂદ્ધ પોતાના ઉમેદવારો ઉતારશે.

English summary
Aam Aadmi Party (AAP) on Monday launched massive attack on BJP’s Prime Ministerial candidate Narendra Modi and Leader of Opposition in Rajya Sabha Arun Jaitley.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X