For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગૂગલથી માંડીને ફેસબુક સુધી સર્વત્ર બિરાજમાન છે નરેન્દ્ર મોદી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 14 એપ્રિલ: પ્રજા સાથે સીધો સંપર્ક કરવાના પ્રયત્ન કહો કે પછી પોતાની છબિ બદલવાનો પ્રયત્ન કહો, ભાજપ દ્રારા આગામી ચૂંટણીમાં વડાપ્રધાન પદના ઉમેદવારની દોડમાં સૌથી આગળ ચાલી રહેલા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સોશિયલ મિડીયાની મુખ્ય 11 વેબસાઇટો પર હાજર છે એટલું જ નહી પરંતુ સંપૂર્ણ સક્રિયતા સાથે પોતાની વાત રાખી રહ્યાં છે.

દુનિયાની સૌથી લોકપ્રિય સોશિયલ નેટવર્કિંગ વેબસાઇટ ફેસબુક પર લોકપ્રિયતાના મામલે નરેન્દ્ર મોદી, પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી એમ કરૂણાનિધી જેવા ચર્ચિત નેતાઓને પછાડીને પ્રથમ નંબરે પહોંચી ગયા છે.

ફેસબુક પર નરેન્દ્ર મોદીના આધિકારીક પેજને 14,90,818 લોકોએ લાઇક કર્યું છે જ્યારે 1,25,629 લોકો તેમના વિશે ચર્ચા કરી રહ્યાં છે. નરેન્દ્ર મોદીએ 5 મે 2009ના રોજ ફેસબુકની દુનિયામાં પગ માંડ્યો હતો. જનતા સાથે જોડાવવા માટે ફેસબુક પેજનો જોરદાર ઉપયોગ કરે છે. આ પેજ પર નરેન્દ્ર મોદીના ફોટા અને વિડીયો તથા તેમના વિચાર જોઇ અને વાંચી શકાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આઇઆરઆઇએસ જ્ઞાન ફાઉન્ડેશન અને ભારતીય ઇન્ટરનેટ તથા મોબાઇલ સંધ દ્રારા તાજેતરમાં કરેલા અધ્યનમાં કહેવામાં આવ્યું છે કે આગામી ચુંટણીમાં સોશિયલ મીડીયા લોકસભાની ચુંટણીની 543માંથી 160 સીટોને પ્રભાવિત કરી શકે છે. અધ્યનમાં કહેવામાં આવ્યું છે કે તેમાં મહારાષ્ટ્રમાંથી સૌથી વધુ ફેસબુકથી પ્રભાવવાળી 21 સીટો અને ગુજરાતમાંથી 17 સીટોનો સમાવેશ થાય છે. સૌથી વધુ પ્રભાવશાળી સીટોથી આશા તે સીટોથી છે જ્યાં ગત લોકસભાની ચુંટણી,આં વિજયી ઉમેદવારની જીતનું અંદર તે વિસ્તારમાં વિશેષમાં ફેસબુકનો પ્રયોગ કરનારાઓની સંખ્યા ઓછી છે અથવા જે સીટો પર ફેસબુકનો ઉપયોગ કરનારાઓની સંખ્યા કુલ મતદારોની સંખ્યાની 10 ટકા છે.

narendra-modi-twitter

માઇક્રોબ્લોગિંગ વેબસાઇટ ટ્વિટરનો પર પણ નરેન્દ્ર મોદી એકદમ સક્રિય છે જ્યાં તેમના ફોલોવરની સંખ્યા 14,59,356 છે અન તે પોતે 346 લોકોને ફોલો કરે છે જેમાં કેટલીક નામચીન હસ્તિઓનો સમાવેશ થાય છે. નરેન્દ્ર મોદીની સક્રિયતાનો ખ્યાલ ત્યારે આવી જાય છે જ્યારે તેમને અત્યાર સુધી 2276 ટ્વિટ કર્યું છે. નરેન્દ્ર મોદીની વેબસાઇટ નરેન્દ્રમોદીડોટઇન ચુંટણીના રંગમાં રંગાયેલી જોવા મળે છે. આ વેબસાઇટના પ્રથમ પેજ પર તેમનો નવો નારો પહેલા ભારત (ઇન્ડિયા ફર્સ્ટ) લખેલું જોવા મળે છે. સાથે-સાથે તેના પર લખ્યું છે 'પક્ષથી પહેલાં દેશ છે'. નરેન્દ્ર મોદીની વેબસાઇટ અંગ્રેજી, હિન્દી, ગુજરાતી એમ ત્રણ ભાષામાં છે.

દુનિયાભરની વેબસાઇટોની રેકિંગ કરનાર ચર્ચિત વેબસાઇટ 'અલેક્સા ડોટ કોમ' અનુસાર વિશ્વસતર નરેન્દ્ર મોદીની વેબસાઇટનો નંબર 17,681 છે જ્યારે ભારતમાં તેનો નંબર 1338 છે. અલેક્સાના અનુસાર નરેન્દ્ર મોદીની વેબસાઇટ સૌથી વધુ અમેરિકામાં જોવાય છે અને ત્યારબાદ બ્રિટેન તથા નેધરલેંડનો નંબર આવે છે.

નરેન્દ્ર મોદી ગૂગલની ચર્ચિત સોશિયલ નેટવર્કિંગ વેબસાઇટ ગૂગલ પ્લસ પર પણ છે જ્યાં તેમને 5,01,864 લોકોએ પોતાના સર્કલમાં સામેલ કર્યા છે. ગૂગલ પ્લસ પર નરેન્દ્ર મોદીએ શ્રીરામ કોલેજ ઓફ કોમર્સના વિદ્યાર્થી સાથે પાડેલા ફોટાને લગાવ્યો છે. ગુજરાતના મુખ્યમંત્રીના વિડીયો શેરિંગ વેબસાઇટ યૂટ્યૂબ પર પોતાની એક ચેનલ છે જેને 36,177 લોકોએ સબસ્ક્રાઇબ કરી છે. નરેન્દ્ર મોદી સાથે જોડાયેલ વિડીયોને અત્યાર સુધી 61,56,676નો જોયો છે. યૂટ્યૂબની આ ચેનલ પર નરેન્દ્ર મોદીના ભાષણને જોઇ શકાય છે.

આ ઉપરાંત નરેન્દ્ર મોદી ફોતો શેરિંગ વેબસાઇટ પિંટરેસ્ટ, ફ્લિકર, ટંબલર તથા સ્ટંબલઅપાન જેવી ભારતમાં ઓછી વિદેશોમાં વધુ પ્રચલિત વેબસાઇટો પર દમદાર રીતે પોતાની ઉમેદવાર નોંધાવી છે. આટલું જ નહી તેમના નામથી એંડ્રોઇડ તથા આઇફોન ઉપયોગ કરનાર માટે આધિકારીક એપ્લિકેશન પણ બનાવી છે.

English summary
With the Lok Sabha elections approaching, Gujarat Chief Minister Narendra Modi's social media team has become hyper-active.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X