નરેન્દ્ર મોદી પોતાની પાર્ટી માટે જ પડકારો ઉભા કરશે: કપિલ સિબ્બલ

modi-sibal
નવી દિલ્હી, 1 એપ્રિલ: ટેલિકોમ મંત્રી કપિલ સિબ્બલે ભાજપ પર આરોપ લગાવતાં કહ્યું હતું કે પાર્ટી ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના દબાણ આગળ ઝુકતાં તેમને નિર્ણય કરનારી પોતાની મહત્વપુર્ણ સંસદીય બોર્ડમાં સમાવેશ કર્યો છે. તેમને એમપણ કહ્યું હતું કે નરેન્દ્ર મોદી પોતાની પાર્ટી માટે પડકારો ઉભા કરશે.

કપિલ સિબ્બલે કહ્યું હતું કે ભાજપનો વાસ્તવિક પડકાર નરેન્દ્ર મોદી છે. નરેન્દ્ર મોદી પાર્ટીની કમાન સંભાળવા માંગે છે અને નરેન્દ્ર મોદી એકવાર પાર્ટીની કમાન સંભાળશે તો ભાજપ નહી હોય, કારણ કે નરેન્દ્ર મોદી બ્રાંડના રાજકારણની વિચારધારા સાથે કોઇ લેવા-દેવા નથી. તેમને કહ્યું હતું કે આ બીજા કોઇ માટે નહી પરંતુ ભાજપ માટે એક મોટો પડકાર હશે. લડાઇ ભાજપ અને નરેન્દ્ર મોદી વચ્ચે છે. તેમને દબાણમાં આવીને નરેન્દ્ર મોદીને સામેલ કર્યા છે. આગામી સમય બતાવશે કે ભાજપ ચાલશે કે નરેન્દ્ર મોદી. કોંગ્રેસ પ્રવક્તા રાશિદ અલ્વીએ કહ્યું હતું કે નવી ટીમની પ્રથમ પરિક્ષા આગામી કર્ણાટકની ચુંટણીમાં થશે.

નરેન્દ્ર મોદીના વિશ્વાસ પાત્ર અમિત શાહને ભાજપના મહાસચિવ તરીકે ટીમમાં સમાવેશ કરવાના મુદ્દે કપિલ સિબ્બલે કહ્યું હતું કે વિપક્ષી પાર્ટી નૈતિકતા પર સવાલ ઉભો કર્યો છે કે તે એવા વ્યક્તિની નિમણૂંક કરે છે જે કોર્ટમાં ગંભીર આરોપોનો સામનો કરી રહ્યાં છે. તેમને કહ્યું હતું કે આવા નિર્ણયોથી વિનાશના રસ્તા તરફ આગળ વધી રહી છે. તે લોકોને કેવી રીતે સમજાવશે કે તે નૈતિકતાનો પ્રચાર કરી રહ્યાં છે. પરંતુ તેમની કરણી બિલકુલ વિપરીત છે.

કપિલ સિબ્બલે કહ્યું હતું કે આ તે પાર્ટીનું ચરિત્ર જોવા મળે છે જે નૈતિકતાની વાત કરે છે અને તેમછતાં એક એવા વ્યક્તિને મહાસચિવ તરીકે નીમે છે જે કેસનો સામનો કરી રહી છે અને તેના વિરૂદ્ધ ગંભીર આરોપો છે. આ દરમિયાન ભાજપના પ્રવક્તા પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે ગુજરાતના મુખ્યમંત્રી આ પહેલાં પણ પાર્ટીના સંસદીય બોર્ડમાં રહી ચુક્યાં છે અને તેમને ફરી એકવાર તેમની લોકપ્રિયતાને કારણે સામેલ કરવામાં આવ્યાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X