• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

'બનવાનું' નહીં 'કરવાનું' સપનું જોવું જોઇએ: નરેન્દ્ર મોદી

By Kumar Dushyant
|

નવી દિલ્હી, 17 માર્ચ: ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને આજે કોંગ્રેસ નીત યુપીએ સરકાર તરફ ઇશારા-ઇશારામાં રાહુલ ગાંધી પર નિશાન સાધતાં કહ્યું હતું કે આ દેશને એક્ટ નહી એક્શન જોઇએ છે. એક સમાચાર પત્ર દ્રારા આયોજીત કોંફરન્સમાં નરેન્દ્ર મોદીએ લગભગ 40 મિનિટના પોતાના ભાષણમાં વડાપ્રધાન મનમોહન સિંહ પર તેમની નિષ્ક્રિયતા અને મૌન પર પ્રહાર કર્યા હતા. તેમને પરોક્ષ રીતે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું. તેમને કહ્યું હતું કે 'દેશને એક્ટની જરૂરિયાત નથી તેમને કાર્યવાહી (એક્શન)ની જરૂરિયાત છે.

કોંફરન્સમાં 'વિકાસના નમો મંત્ર' વિષય પર પોતાના સંબોધનમાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે દેશના વિકાસ માટે ઇચ્છાશક્તિ હોવું સૌથી વધુ જરૂરી છે. દેશના વિકાસ માટે જન આંદોલન જરૂરી છે. દેશના વિકાસ માટે માનસિકતા બદલવાની જરૂરિયાત છે. નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે 'આપણે આપણી ચીજો પર ગર્વ હોવો જોઇએ. ગુજરાતમાં પોતાના રિસોર્સીસ પર ગર્વ કર્યો. ગુજરાતે પોતાના ઉપલબ્ધ સાધનોથી પ્રદેશનો વિકાસ કર્યો. મારું માનવું છે કે ગુજરાતે જે કર્યું છે તે દેશ પણ કરી શકે છે. ગુજરાતે એક ઉદાહરણ રજૂ કર્યું છે.

નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે વિકાસ માટે એક લક્ષ્ય હોવું જોઇએ. તેના માટે સરકારી કામોમાં પરિવર્તન લાવવું જરૂરી છે. જનતા અને સરકારમાં તાલમેલ હોવો જરૂરી છે. એમ ચાલે કે પાંચ એક સરકાર ચાલે અને આગામી પાંચ બીજી સરકાર. આ મુદ્દે ગુજરાતે ડેમોક્રેસીની નવી પરિભાષા રજૂ કરી છે. દેશના અન્ય રાજ્યોમાં પણ આ પ્રકારની સ્થિતી બનવી જોઇએ. લોકશાહીનો અર્થ ફક્ત પાંચ વર્ષ હોવો જોઇએ નહી.

ભારતના પુનઉત્થાનની પોતાની યોજનાના ભાગરૂપે નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ભ્રષ્ટાચારને સમાપ્ત કરવા અને સુશાસન તેમનો મંત્ર છે અને આ જ દેશને બદલી શકે છે. તેમને કહ્યું હતું કે ટેકનોલોજી ભ્રષ્ટાચારને દૂર કરવામાં મદદ કરી શકે છે. નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે કાર્યકાળમાં સ્થિરતા જ સુશાસનની સફળતા છે.

નરેન્દ્ર મોદીને પુછવામાં આવ્યું હતું કે આગામી ચુંટણી માટે ભાજપ કોને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે સામે લાવી રહી છે? તેમને કહ્યું હતું કે લોકોને એ જાણીને ખુશી થવી જોઇએ કે પાર્ટી લોકતાંત્રિક રીતે ચલાવવામાં આવે છે જ્યાં નિર્ણય લોકતાંત્રિક રીતે તેમની સંસદીય સમિતિ દ્રારા લેવામાં આવે છે કોઇ એક પરિવારના આધારે નહી.' તેમને કહ્યું હતું કે નેહરૂ-ગાંધી પરિવાર પર અપ્રત્યક્ષ રીતે નિશાન તાકતાં આ વાત કહી હતી.

નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે 'મને લાગે છે કે જો ગુજરાત મોડલ સારું છે તો તેને આખા દેશમાં લાગૂ કરવામાં આવી શકે છે. મારે ત્યાં આવવાની જરૂરિયાત નથી. નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે લોકો ઉદાહરણથી સીખવા અને સફળતા મેળવવા માંગે છે અને તેમના માટે દિલ્હી આવવું જરૂરી નથી, જેથી સફળતા માટે ગુજરાત મોડલને કેન્દ્રમાં રિપીટ કરી શકાય. તેમને પુછવામાં આવ્યું કે ભાજપમાંથી તેમને દિલ્હી આવતાં કોણ રોકી રહ્યું છે તો તેમને વ્યંગાત્મક અંદાજમાં જવાબ આપ્યો હતો કે 'હું દિલ્હીમાં જ બેઠો છું, જો મને કોઇએ રોક્યો હોત તો હું બેઠ્યો હોત.

narendra-modi

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન બનાવાની ઇચ્છા પર કરવામાં આવેલા પ્રશ્નોને નજરઅંદાજ કરતાં જોવા મળ્યાં હતા અને તેમને કહ્યું હતું કે મુખ્યમંત્રી બનવાનું પણ સપનું જોયું ન હતું. તેમને પુછવામાં આવ્યું હતું કે શું તે વડાપ્રધાન બનવા ઇચ્છે છે, નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે જીવનમાં કંઇક બનવાનું સપનું ક્યારેય સપનું જોયું નથી. મેં હંમેશા કંઇક કરવાનો પ્રયત્ન કર્યો છે. મોટાભાગના લોકો કંઇક બનવાનું સપનું જોતાં જોતાં મરી જાય છે. હું આ મંત્રને ક્યારેય અનુસર્યો નથી.

તેમને કહ્યું હતું કે જ્યાર સુધી હું મુખ્યમંત્રી બન્યો ન હતો મેં ત્યાં પહોંચવાનું સપનું જોયું ન હતું. હું ક્યારેય કોઇ જ્યોતિષીને પણ મળ્યો નથી જેને મને કહ્યું હોય કે હું મુખ્યમંત્રી બનીશ. તેમને ભારપૂર્વક કહ્યું હતું કે કોઇએ 'બનવાનું' નહી 'કરવાનું' સપનું જોવું જોઇએ.

English summary
Narendra Modi on Saturday unfolded his development-oriented vision of the nation predicated on "good governance" and "out-of-the-box thinking", took gentle digs at Prime Minister Manmohan Singh but deftly sidestepped pointed questions about his prime ministerial candidature, saying he never aspired for "becoming something, but in doing something".
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more