નિર્ભયા કેસઃ દોષી અક્ષયની આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, પુનર્વિચાર અરજીમાં કરી છે વિચિત્ર વાત
આજે સુપ્રીમ કોર્ટ નિર્ભયા ગેંગરેપ કેસના એક દોષીની પુનર્વિચાર અરજી સુનાવણી કરશે. થોડા દિવસો પહેલા ચારમાંથી એક દોષી અક્ષયેઆ અરજી દાખલ કરી હતી. મંગળવારે બપોરે 2 વાગે ત્રણ જજોની બેંચ આ કેસની સુનાવણી કરશે. દોષી અક્ષયને ટ્રાયલ કોર્ટમાં ફાંસીની સજા સંભળાવી હતી. આ સજાને દિલ્લી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે પણ જાળવી રાખ્યુ હતુ. હવે અક્ષયે ફાંસીની સજા પર સુપ્રીમ કોર્ટને ફરીથી વિચાર કરવાની માંગ કરી છે.

અરજીમાં વિચિત્ર વાતો
નિર્ભયા રેપ અન હત્યાકાંડના દોષી અક્ષય કુમારે પોતાની અરજીમાં કહ્યુ છે કે દિલ્લી ગેસ ચેમ્બરમાં તબદીલ થઈ ચૂકી છે. અહીંનુ પાણી ઝેરીલુ થઈ ચૂક્યુ છે અને એવામાં જ્યારે ખરાબ હવા અને પાણીના કારણે ઉંમર પહેલેથી જ ઓછી થઈ રહી છે તો પછી ફાંસીની સજાની કેમ જરૂર છે.

મોતની સજા યથાવત રહી
ઉચ્ચ અદાલતે પોતાના 2017ના ચુકાદામાં દિલ્લી ઉચ્ચ ન્યાયાલય અને નીચલી અદાલતના સામૂહિક બળાત્કાર અને હત્યાના કેસમાં આપવામાં આવેલી સજાને યથાવત રાખી હતી. આ કેસમાં અન્ય એક આરોપી રામ સિંહે અહીં તિહાર જેલમાં કથિત રીતે આત્મહત્યા કરી લીધી હતી. એક કિશોર ગુનેગાર ત્રણ વર્ષની સજા કાપીને બહાર આવી ચૂક્યો છે.
આ પણ વાંચોઃ લે. જનરલ મનોજ મુકુંદ નરવાને હશે આગામી સેના પ્રમુખ

શું છે કેસ
2012માં આ 6 લોકોએ દિલ્લીમાં ચાલતી બસમાં 23 વર્ષની પેરા મેડીકલની છાત્રા સાથે ગેંગરેપ કર્યો હતો. ગેંગરેપ બાદ તેમણે પીડિતાના પ્રાઈવેટ પાર્ટમાં લોખંડની રોડથી નુકશાન કર્યુ હતુ. બાદલમાં બધા દોષી પીડિતા અને તેના દોસ્તને રસ્તા પર ફેકી ભાગી ગયા હતા. પીડિતાએ હોસ્પિટલમાં દમ તોડી દીધો હતો.