For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગેંગરેપ કેસ: દિલ્હી પોલીસને હાઇકોર્ટે નોટીસ ફટકારી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

crime-against-women
નવી દિલ્હી, 27 ફેબ્રુઆરી: દિલ્હી હાઇકોર્ટે રાષ્ટ્રીય રાજધાનીમાં 16 ડિસેમ્બર, 2012ની રાત્રે ચાલુ બસમાં એક યુવતી સાથે ગુજારવામાં આવેલા સામૂહિક બળાત્કારમાં તેના મિત્રએ ટેલિવિઝન પર પ્રસારિત ઇન્યરવ્યૂને પુરાવા તરીકે ઉપયોગ કરવા બદલ બુધવારે દિલ્હી પોલીસને નોટીસ ફટકારી છે. આ કેસના આરોપીઓમાંથી એક રામ સિંહની યાચિકા પર સુનાવણી કરતાં ન્યાયમૂર્તિ જી.પી મિત્તલે પોલીસ પાસે 5 માર્ચ સુધી જવાબ માંગ્યો છે.

ફાસ્ટ ટ્રેક કોર્ટમાં રામ સિંહની યાચિકા નકારી કાઢવામાં આવી છે ત્યારબાદ તેના તરફથી અધિવક્તા વી કે આનંદે હાઈકોર્ટમાં યાચિકા દાખલ કરી છે.

દિલ્હી હાઈકોર્ટે કોઇપણ મુદ્દે કિશોર આરોપીની ઉંમર નક્કી કરવા માટે સમાન પ્રક્રિયા બનાવવાની માંગણી સંબંધી જનહિત યાચિકા પર કેન્દ્ર સરકારને નોટીસ ફટકારી જવાબ માંગ્યો છે.

મુખ્ય ન્યાયાધીશ ન્યાયમૂર્તિ ડી મુરૂગેસન અને ન્યાયમૂર્તિ વીકે જૈનની પીઠે ગૃહ મંત્રાલય અને વિધિ મંત્રાલયોને નોટીસ જાહેર કરી બાળ ન્યાય કાયદાની જોગવાઇને પડકારતી આરટીઆઇ પર ત્રણ એપ્રિલ સુધી જવાબ દાખલ કરવાનું કહ્યું છે.

English summary
The Delhi High Court Wednesday issued notice to the Delhi Police on using as evidence the TV interview of the Dec 16 gangrape victim's friend, the sole witness to the incident.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X