For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Omicron Variant : મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં ઓમિક્રોનના 16 કેસ, કુલ આંક 21

દેશમાં તમામ પ્રતિબંધો બાદ પણ ઓમિક્રોનના કેસ ઝડપથી વધી રહ્યા છે, જ્યાં રવિવારના રોજ મહારાષ્ટ્રમાં 7 સેમ્પલની પુષ્ટિ થઈ હતી. રાજસ્થાનમાં એક સાથે 9 કેસ મળી આવ્યા હતા, જેના કારણે રાષ્ટ્રીય સ્તરે આંકડો 21 પર પહોંચી ગયો હતો.

|
Google Oneindia Gujarati News

Omicron Variant : દેશમાં તમામ પ્રતિબંધો બાદ પણ ઓમિક્રોનના કેસ ઝડપથી વધી રહ્યા છે, જ્યાં રવિવારના રોજ મહારાષ્ટ્રમાં 7 સેમ્પલની પુષ્ટિ થઈ હતી. જે બાદ રાજસ્થાનમાં એક સાથે 9 કેસ મળી આવ્યા હતા, જેના કારણે રાષ્ટ્રીય સ્તરે આંકડો 21 પર પહોંચી ગયો.

આગામી દિવસોમાં તેમાં વધુ વધારો થવાની ધારણા છે. તે જ સમયે, કેટલાક નિષ્ણાતો માને છે કે, જો કેસ આ ઝડપે આવતા રહે છે, તો જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે.

મહારાષ્ટ્રમાં નોંધાયા ઓમિક્રોનના 7 નવા કેસ

મહારાષ્ટ્રમાં નોંધાયા ઓમિક્રોનના 7 નવા કેસ

44 વર્ષીય મહિલાને ઓમિક્રોન વેરિઅન્ટનું સંક્રમણ થયું હોવાની પુષ્ટિ થઈ છે, જે પૂણે નજીક પિંપરી-ચિંચવડથી નાઈજીરિયાથી આવી હતી. તેની બે પુત્રીઓ, ભાઈ અનેભાઈની બે પુત્રીઓમાંથી પણ ઓમિક્રોન મળી આવ્યું હતું.

આ સિવાય ફિનલેન્ડથી પરત ફરેલા 47 વર્ષીય વ્યક્તિ પણ પોઝિટિવ મળી આવ્યા હતા, જેના સેમ્પલ જીનોમસિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા હતા, જેમાં ઓમિક્રોનની પુષ્ટિ થઈ હતી.

તમામને આઇસોલેશન રાખવામાં આવ્યા છે અને તેમની માટે તબીબી સંભાળ લેવામાં આવીરહી છે. આ સિવાય તેના સંપર્કમાં આવેલા લોકોની પણ તપાસ કરવામાં આવી રહી છે.

પ્રથમ કેસ કર્ણાટકમાં નોંધાયો હતો પ્રથમ કેસ

પ્રથમ કેસ કર્ણાટકમાં નોંધાયો હતો પ્રથમ કેસ

ઉલ્લેખનીય છે કે, કર્ણાટકમાં ઓમિક્રોનના પહેલા બે કેસ સામે આવ્યા હતા. જે બાદ શનિવારના રોજ ત્રીજો ગુજરાતના જામનગરમાં, જ્યારે પાંચમો મહારાષ્ટ્રનાડોમ્બિવલીમાં નોંધાયો હતો.

જે બાદ પાંચમો કેસ દિલ્હીના એક વ્યક્તિનો હોવાનું બહાર આવ્યું, જે તાજેતરમાં તાન્ઝાનિયાથી પરત ફર્યો હતો.

શું નવા વર્ષની શરૂઆત કોરોનાની ત્રીજી લહેર આવશે?

શું નવા વર્ષની શરૂઆત કોરોનાની ત્રીજી લહેર આવશે?

IIT કાનપુરના પ્રોફેસરના જણાવ્યા અનુસાર, Omicron વેરિયન્ટને કારણે નવા વર્ષની શરૂઆતના મહિનામાં કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે.

કમ્પ્યુટર સાયન્સઅને એન્જિનિયરિંગ વિભાગના પ્રોફેસર ડૉ. મનિન્દ્ર અગ્રવાલે અંગ્રેજી અખબાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું છે કે, 'આપણા દેશમાં ઓમિક્રોન ફેલાવાની સંભાવના ઘણીવધારે છે અને કારણ કે, તે ડેલ્ટા વેરિઅન્ટ કરતાં વધુ ઝડપથી ફેલાય છે, તે પણ થશે. તેથી, જો આપણે ધારીએ કે તે (ઓમિક્રોન) ફેલાવાનું શરૂ કર્યું છે, તો એવું કહીશકાય કે, આવતા વર્ષના શરૂઆતના મહિનામાં કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે અને તેની ટોચ પર પહોંચ્યા બાદ, તે ધીમે ધીમે શમી શકે છે.

શું કોરોનાની ત્રીજી લહેર જેટલી ઘાતક હશે?

શું કોરોનાની ત્રીજી લહેર જેટલી ઘાતક હશે?

દક્ષિણ આફ્રિકા અને કેટલાક અન્ય દેશોમાંથી અત્યાર સુધી જે આંકડા મળ્યા છે, તેના પરથી લાગે છે કે, કોરોનાની ત્રીજી લહેર કોવિડની બીજી લહેર જેટલી ઘાતક નહીંહોય.

જ્યાં કોવિડની કુદરતી રોગપ્રતિકારક શક્તિ અથવા રસી રોગપ્રતિકારકતાનો પ્રશ્ન છે, તો તે કહે છે કે તેના વિશે હજૂ સુધી ચોક્કસ કંઈ કહી શકાય નહીં.

કારણ કે,અત્યાર સુધી એવા સંકેતો છે કે, તે ડેલ્ટા કરતાં વધુ ઝડપથી ફેલાય છે, પરંતુ તે તેના કરતાં વધુ ઘાતક છે, તેના વિશે ઘણું કહી શકાય નહીં અને દક્ષિણ આફ્રિકા અનેઅન્ય દેશોમાં કેસો દર્શાવે છે કે, સંક્રમણ હળવું છે અને ગંભીર બીમારીના કોઈ લક્ષણો બતાવતા નથી.

કોરોનાની ત્રીજી લહેર માટે ભારત કેટલું તૈયાર છે?

કોરોનાની ત્રીજી લહેર માટે ભારત કેટલું તૈયાર છે?

એવા મજબૂત પૂરાવા છે કે, ઓમિક્રોન વેરિઅન્ટ ઝડપથી સમગ્ર વિશ્વમાં ફેલાઈ રહ્યો છે. તેથી કોરોનાને લઈને ભારતમાં રચાયેલા સ્પેશિયલ એમ્પાવર્ડ ગ્રુપે પણ દરેકસંભવિત પરિસ્થિતિ માટે ઝડપથી તૈયારી શરૂ કરી દીધી છે.

તાજેતરમાં ઉચ્ચ સ્તરે શેર કરવામાં આવેલી માહિતી અનુસાર છેલ્લા કેટલાક મહિનામાં દેશમાં હોસ્પિટલઅને ઓક્સિજન ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ઘણું કામ કરવામાં આવ્યું છે. આ તૈયારીના સંબંધમાં ગત અઠવાડિયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિગતવાર પ્રેઝન્ટેશન પણ આપવામાં

આવ્યું છે. આ મુજબ કોરોનાની બીજી લહેરની તુલનામાં ICU ઉપલબ્ધતા 200 ટકા વધી છે. તેવી જ રીતે, તે જાણીતું છે કે, ભારત હવે લિક્વિડ મેડિકલ ઓક્સિજન(LMO) માટે 12,500-13,000 મેટ્રિક ટનનું ઉત્પાદન કરવા માટે તૈયાર છે. 25,000-30,000 MT ઉત્પાદન માટેના સૂચનો પણ વિચારણા હેઠળ છે.

નોંધપાત્ર રીતે, પ્રથમ લહેરમાં, LMOની માગ 3,100 MT જેટલી ઊંચી હતી, જ્યારે કોરોનાની બીજી લહેરમાં તે 9,600 MT સુધી પહોંચી હતી. એ જ રીતે, એકET સમાચાર અનુસાર, LMO ને વહન કરતા વિશેષ ટેન્કર્સ પણ કોરોનાની બીજી લહેરમાં 718 થી વધીને હવે 1,650 ટેન્કર્સ થઈ ગયા છે.

આ ઉપરાંત દેશભરનીસરકારી અને ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજન સ્ટોરેજ પ્લાન્ટ સ્થાપવામાં આવ્યા છે અને પેરામેડિકલ સ્ટાફની સંખ્યામાં પણ 30-40 ટકા વધારો થવાની ધારણા છે.

રસીમાંથી આવતી ઈમ્યુનિટી અને હાઈબ્રિડ ઈમ્યુનિટી લોકો માટે અસરકારક સાબિત થશે

રસીમાંથી આવતી ઈમ્યુનિટી અને હાઈબ્રિડ ઈમ્યુનિટી લોકો માટે અસરકારક સાબિત થશે

ટાટા ઇન્સ્ટિટ્યૂટ ફોર જિનેટિક્સના ડિરેક્ટર ડૉ. રાકેશ મિશ્રા કહે છે કે, પરિણામો દર્શાવે છે કે, હાઈબ્રિડ ઇમ્યુનિટી કોરોનાના નવા પ્રકાર સામે અસરકારક સાબિત થશે. આબાબતોની વૈજ્ઞાનિક રીતે પુષ્ટિ કરવામાં આવી રહી છે.

લોકો પોતાની રીતે પ્રયોગ પણ કરી રહ્યા છે અને લેબમાં ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. મને લાગે છે કે, તેના પરિણામોઆગામી 10 દિવસમાં અથવા બે અઠવાડિયામાં પણ આવી શકે છે.

ડૉ. રાકેશ મિશ્રાએ જણાવ્યું હતું કે, મને લાગે છે કે, હાઈબ્રિડ ઈમ્યુનિટી લોકોને રક્ષણ પૂરું પાડશે, કદાચ તે થોડું ઓછું રક્ષણ પૂરું પાડશે, રસીમાંથી આવતી ઈમ્યુનિટી અનેહાઈબ્રિડ ઈમ્યુનિટી લોકો માટે અસરકારક સાબિત થશે. હું માનું છું કે જો લોકોને પહેલા સંક્રમણ થયું હોય અને રસીના બંને ડોઝ લીધા હોય, તો તે નવા પ્રકાર સામેનીલડાઈમાં મદદ કરશે.

લોકોને મોટા શહેરોમાં સંક્રમણ થયું છે અને લોકો જાગૃત પણ નથી. કારણ કે, તેઓ એસિમ્પટમેટિક હતા.ડો. મિશ્રાએ લોકોને ચેતવણી આપી હતી કે, કોરોના સંક્રમણ હજૂ સમાપ્ત થયું નથી અને લોકોને જાગૃત કરવા માટે ઓમિક્રોન પૂરતું છે. લોકોએ તમામ જરૂરી પ્રોટોકોલનુંપાલન કરવું જોઈએ જેથી કરીને લોકોને રસી સામે રક્ષણ મળી શકે.

અમારી આરોગ્ય સંભાળ પ્રણાલીમાં સુધારો થયો છે, મોટી સંખ્યામાં લોકો રસી મેળવી રહ્યા છે, અમેવધુ સારી રીતે તૈયાર છીએ અને નવા પડકાર સામે મજબૂત સ્થિતિમાં છીએ, પરંતુ અમારે બેદરકાર રહેવાની જરૂર નથી.

સરકારને સહકાર આપવા અને રસીકરણકરાવવાની જવાબદારી લોકોની છે.

દેશમાં ઓમિક્રોન વિશે ડૉક્ટર મિશ્રાએ જણાવ્યું હતું કે, ઓમિક્રોનથી સંક્રમિત 70-80 ટકા લોકોને ખબર પણ નહીં હોય કે, તેઓ ચેપગ્રસ્ત છે. કારણ કે, તેના લક્ષણોસામાન્ય શરદી જેવા છે.

લક્ષણ ગંભીર નથી, આ સંક્રમણ દેશના લગભગ તમામ મોટા શહેરોમાં થશે.આ સંક્રમણમાં લોકોને ઓક્સિજનની કમીનો અનુભવ થશે નહીં અને તેમના મોંનો સ્વાદ પણ જશે નહીં. જો કે, ડો. મિશ્રા કહે છે કે, ઓમિક્રોન ડેલ્ટા વેરિઅન્ટ કરતાં વધુખતરનાક છે, પરંતુ તે ઓછા લક્ષણવાળું છે, જે એક સારી નિશાની છે.

English summary
Omicron Variant : 16 cases of Omicron in Maharashtra and Rajasthan, total 21.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X